જમીનધારક, સરપંચ, ઉપસરપંચ અને બિલ્ડરોએ મળીને રચ્યું કૌભાંડ
સાંથણીની જમીન મળવાપાત્ર હતી સોખડા પાછળનાં ધમલપર ગામમાં, ફાળવણી થઈ 150 ફૂટ રિંગ રોડ પર…
- Advertisement -
રાજકોટને જમીન કૌભાંડનું પાટનગર અમસ્તા જ નથી કહેવાયું- અહીં લોકો જમીન પચાવી પાડવા માટે પણ નવતર, સાવ ઈનોવેટિવ ગણાય તેવાં આઈડીયા શોધી કાઢે છે. રાજકોટ નજીક આવેલા સોખડા ગામનાં શખ્સ ભલા પીઠાએ ગામનાં સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાની ત્રિપૂટીએ મળીને એક અદ્ભુત કૌભાંડ રચ્યું છે.
કૌભાંડનાં સૂત્રધારોને ઓળખો: ભલા પીઠા, વિજય રાઠોડ, ભૂપત ઝાપડા, શિવુભા અને સુરેશ બથવાર
આ આખા જમીન કૌભાંડમાં એક-બે નહીં પરંતુ પૂરેપૂરા પાંચ વ્યક્તિઓ ગળાડૂબ છે. જેમાં ખેડૂત ભલા પીઠા, સરપંચ વિજય રાઠોડ, ઉપસરપંચ ભૂપત ઝાપડા, બિલ્ડર શિવુભા અને બિલ્ડર સુરેશ બથવારનો સમાવેશ થાય છે.
ભલા પીઠા નામનાં ખેડૂત, સરપંચ વિજય રાઠોડ, ઉપસરપંચ ભૂપત ઝાપડા,
કોંગ્રેસી કાર્યકર બિલ્ડર શિવુભા, બિલ્ડર કોંગ્રેસી કાર્યકર સુરેશ બથવારે રચ્યું કૌભાંડ
- Advertisement -
એક અતિ ઊચ્ચ અધિકારીએ રૂપિયા સાડા ત્રણ કરોડ ખંખેરીને ગેરકાયદે આપી દીધી જમીન
ચોટીલામાં આચરાયેલા કૌભાંડ જેવું જ ગઢડાનું લેન્ડ સ્કેમ
આ લોકોએ એવો જાદુ કર્યો કે ભલા પીઠાને સોખડાની પાછળ આવેલા ધમલપર પાસેની સસ્તી જમીન મળે તેમ હતી- તેની બદલે 150 ફૂટ રિંગ રોડ પર કિંમતી જગ્યા ફાળવી દીધી. આમ કરીને તેમણે લગભગ 30 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. કૌભાંડની વિગત એવી છે કે, રાજકોટ- સાત હનુમાન પાછળ આવેલા સોખડા ગામે રહેતાં કુલ આઠ શખ્સોને સાંથણીની જમીન ફાળવવાની થતી હતી. પરંતુ આ ફાળવાયેલી જમીનમાંથી ચમત્કારીક રીતે ભલા પીઠાનું નામ ગાયબ થઈ ગયું, બાકીનાં લોકોને ખરાબામાં સાંથણીની જમીન ફાળવાઈ ગઈ પરંતુ ભલા પીઠાને સરપંચ- ઉપસરપંચની મીલીભગતથી 150 ફૂટ રોડ પર કિંમતી ગણાય તેવી 30 કરોડ રૂપિયાની જમીન ફાળવી દેવામાં આવી. ગેરકાયદે ફાળવાયેલી આ જમીનમાં ગેરકાયદે પ્રોજેક્ટ પણ ઉભો થઈ ગયો છે. કોપર લોજિસ્ટિકસ પાર્ક નામે પ્લોટિંગ પણ થઈ ગયા છે. આ પ્લોટિંગ પ્રોજેક્ટમાં કોંગ્રેસના કાર્યકર- બિલ્ડર શિવુભા તેમજ બિલ્ડર- કોંગ્રેસના કાર્યકર સુરેશ બથવાર ઉપરાંત ભલા પીઠા મલીને કુલ ત્રણ પાર્ટનર છે. સોખડાનાં રેવન્યુ સરવે નંબર 109 પૈકી 12ની આ જમીનનાં ખરાબાનું પ્લોટિંગ કરીને વેંચાણ તો થયું છે પરંતુ હવે પ્લોટ ધારકો પણ છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને તેઓ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.
ઊચ્ચ અધિકારીએ કૌભાંડમાં સાથ આપવાનાં સાડા ત્રણ કરોડ રૂપિયા લીધાં!
આવા તોતિંગ કૌભાંડ મોટા અધિકારીઓની સંડોવણી વગર શક્ય જ નથી. આ કૌભાંડમાં પણ એક અતિ ઊચ્ચ અધિકારીનો કૌભાંડકારોને સાથ મળ્યો હતો. જે-તે સમયે રાજકોટમાં પોસ્ટિંગ ધરાવતાં આ અધિકારીએ આ ગરબડ કરવા બદલ રૂપિયા સાડા ત્રણ કરોડ લીધાં હોવાનું જાણવા મળે છે.
વડાળીને બદલે વાજડીગઢમાં ફાળવાયેલી જમીન જેવું જ કૌભાંડ
થોડાં દિવસ પહેલાં ‘ખાસ-ખબર’એ વાજડીગઢમાં આચરાયેલાં કૌભાંડ વિશે સનસનીખેજ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એ કિસ્સામાં પણ સાંથણીની જમીન વડાળીમાં ફાળવવાની થતી હતી પરંતુ તેને બદલે 15 એકર જમીન વાજડીગઢમાં ગોચરની જમીનમાં ફાળવી દેવામાં આવી છે. ‘ખાસ-ખબર’નાં એ અહેવાલ પછી રાજકોટ શહેરભર અને જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચી જવા પામી છે.