રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા હવે રૂા.600ને બદલે 5000 ચુકવવા પડશે
પંદર વર્ષ જુના વાહનોનાં રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરાવવાની ફીમાં વધારો કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતનાં લાખો વાહન માલીકોને અસર થાય તેમ છે. પેટ્રોલ-ડીઝલ સહીતના ઈંધણમાં ભાવ વધારાનો ડામ સહન કરતાં વાહન માલીકોને જુના વાહનના રજીસ્ટ્રેશન રીન્યુ કરાવતા વર્તમાન દરથી 8 ગણી વધુ ફી ચુકવવી પડશે. જુના વાહનોનાં રજીસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટેના નવા દર 4થી એપ્રિલથી લાગુ થઈ ગયા છે. 15 વર્ષ જુની કારનું રજીસ્ટ્રેશન ફરીથી કરાવવા હવે રૂા.5000 ચુકવવા પડશે જે ફી અત્યાર સુધી રૂા.600 હતી. મોટર સાયકલના રજીસ્ટ્રેશન રીન્યુઅલ માટે 1000 આપવાના થશે તે અત્યારે રૂા.400 છે. ઈમ્પોર્ટેડ કાર માટે આ ફી 15000 થી વધીને 40,000 તથા ઈમ્પોર્ટેડ મોટર સાયકલ માટે રૂા.10,000 થઈ છે. રજીસ્ટ્રેશન રીન્યુઅલ ફીમાં ધરખમ વધારાથી વાહન માલીકોમાં દેકારો છે.
ખાસ કરીને જુન વાહનો વાપરવાના શોખીન લોકો માટે તેને ‘ક્રુર કદમ’ગણાવી રહ્યા છે.