ખાસ-ખબર સંવાદદાતા
વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટના શિડ્યુલની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. હવે માત્ર એક્શન શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. જોકે વર્લ્ડ કપ-2023 શરૂ થવામાં સમય બાકી છે, ત્યાં સુધી તમામ ટીમો અલગ-અલગ શ્રેણી અને ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે અને પોતાની તૈયારીઓને ઝડપી બનાવશે.
ટીમ ઈન્ડિયાના કાર્યક્રમો પણ સતત વ્યસ્ત રહેશે. આ દરમિયાન ભારતીય ટીમ એશિયા કપ રમશે, પરંતુ આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ખેલાડીઓ આયર્લેન્ડ જશે અને અહીં ત્રણ મેચની સિરીઝ રમાશે. જોકે ભારતીય ટીમ હાલ આરામમાં છે અને થોડા દિવસો બાદ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી20 મેચ રમાશે. આ પ્રવાસ 12 જુલાઈથી શરૂૂ થશે અને 13 ઓગસ્ટે સમાપ્ત થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડનો પ્રવાસ પણ કરશે અને અહીં ત્રણ મેચની સિરીઝ રમશે.
- Advertisement -
ક્રિકેટ આયર્લેન્ડે ભારતીય ટીમના પ્રવાસની તારીખોની સત્તાવાર જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ ફરી એકવાર બંને ટીમો વચ્ચે ઝ20 સિરીઝ રમાશે. ગત વખતે બે ઝ20 મેચ રમાઈ હતી, આ વખતે શ્રેણીમાં 3 મેચ રમાશે. આ પ્રવાસની જાહેરાત થોડા સમય પહેલા કરાઈ હતી જોકે હવે તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ 3 મેચની ઝ20 શ્રેણી આયર્લેન્ડની રાજધાની ડબલિન નજીકના માલાહાઈડ શહેરમાં રમાશે. આ મેચોની શરૂઆત 18 ઓગસ્ટથી થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે.
18 ઓગસ્ટ – પ્રથમ T20
20 ઓગસ્ટ – બીજી T20
23 ઓગસ્ટ – ત્રીજી T20
આયર્લેન્ડની સિરીઝ માટે હાર્દિક પંડ્યા કપ્તાની કરશે
આયર્લેન્ડ સામેની સિરીઝ માટે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ મેચોની શરૂૂઆત કરશે. ગત વર્ષે પણ હાર્દિક પંડ્યાને આયર્લેન્ડમાં ભારતીય ટીમનો સુકાની બનાવાયો હતો. આ દરમિયાન તેણે પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કેમ્પનશીપ સંભાળી હતી અને ભારતે 2-0થી શ્રેણી જીતી હતી.