CRPFનું વાહન લપસીને 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું
જમ્મુના ઉધમપુરમાં દુર્ઘટના થઈ: બસમાં 21 જવાન સવાર હતા, બસંતગઢથી આવી રહ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આજે સવારે લગભગ 10:30 વાગ્યે બસંતગઢના કંડવા વિસ્તારમાં ઈછઙઋની એક ટ્રક બેકાબૂ થઈને લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 3 જવાનો શહીદ થયા છે અને 15 ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.
આ અકસ્માત અંગે જાણકારી આપતા ઉધમપુરના એસપીએ કહ્યું છે કે, પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચીને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનું કારણ ખરાબ રસ્તો અથવા ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- Advertisement -
અધિકારીઓએ જણાવ્યું કે, ‘ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઈછઙઋ)ની ટ્રક રસ્તા પરથી સ્લીપ થઈને ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા અને 15 ઘાયલ થયા. આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે કંડવા વિસ્તારમાં બની. તે સમયે જવાનો બસંતગઢથી એક ઓપરેશન કરીને પરત ફરી રહ્યા હતા. વાહનમાં અર્ધલશ્કરી દળની 179મી બટાલિયનના જવાનો સવાર હતા.’