ખાસ-ખબર સંવાદદાતા
કેશોદના વેપારી સાથે થયેલી 3 લાખની લુંટ પ્રકરણમાં ક્રાઇમ બાંચે 3 શખ્સોને 65 કલાકની જહેમત બાદ મુદ્દામાલ સાથે ઝડપી પાડી શીલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ કેશોદના ખોળ કપાસિયાના હોલસેલ વેપારી નીખીલભાઈ કેશવજીભાઈ રાયચડા દર મંગળવારની જેમ રાબેતાં મુજબ માધવપુર થી ઉધરાણી કરી પરત ફરી રહ્યાં હતાં. ત્યારે કેશોદના ચર અને માંગરોળના દરસાલી વાળા રસ્તે અજાણ્યાં શખ્સોએ કાર દ્વારા અકસ્માત સર્જી વેપારી પાસે રહેલાં થેલાની લૂંટ ચલાવી હતી. થેલામાં વેપારીએ 3 લાખ રોકડા, 2 ચેક તેમજ મોબાઇલ રાખ્યો હતો. બાદ લૂંટનાં આરોપીને ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી હતી.
એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ. પીએસઆઈ ડી.જી.બડવા અને ટીમે તપાસ હાથ ધરી હતી.એલસીબીએ મૂળ માધવપુરના ભીમા ઉર્ફે જીતુ ઠેબાભાઈ કરગઠીયા, દોલતપરાનો ચંદર ઉર્ફે સુમીત પુનાભાઈ ચૌહાણ, નુંનારડાનો સંજય ઉફેં દિવ્યેશ ઉર્ફે દિવલો રામભાઈ રામને રૂપિયા 36 હજારની રોકડ, 31 હજારના મોબાઈલ, 20 હજારની બાઈક, 3 લાખનો પીકઅપ વાહન મળી કુલ 5.87 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા. આ કામગીરીમાં જુનાગઢ, માંગરોળ, શીલ પોલીસની 5 ટીમે સીસીટીવી ફૂટેજ, ખાનગી બાતમીદારો, ટેકનીકલ ટીમની મદદ થી સંયુક્ત કામગીરી હાથ ધરી હતી.