ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલીઓનો દોર શરુ થઈ ગયો છે ત્યારે ગુરુવારે રાજ્યના 169 પીએસઆઈની ડીજીપી દ્વારા બદલી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લાના 3 પોલીસ સબ ઈન્સ્પેકટરની અન્ય જીલ્લામાં બદલી કરવામાં આવી છે જ્યારે અન્ય જીલ્લામાંથી નવા 6 પીએસઆઈને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ગુરુવારે 169 બિન હથિયારધારી પીએસઆઈની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે જેમાં મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પટેલ હરિભાઈ માનાભાઈની બનાસકાંઠા, જાડેજા ભૂપતસિંહ દાનસિંહની વડોદરા અને પીઠીયા વાલીબેન ભૂપતસિંહની દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બદલી કરવામાં આવી છે જ્યારે સુરત શહેરમાં ફરજ બજાવતા બગડા ભાનુબેન મંગાભાઈ, ઠક્કર દિલીપકુમાર બાબુલાલ, કાનાણી ધર્મીસ્ઠાબેન વિશાલભાઈ અને રાણા જગદેવસિંહ ભગવતસિંહને મોરબી જીલ્લામાં મુકવામાં આવ્યા છે. આ સાથે ગાંધીનગર ઈન્ટેલિજન્સમાં ફરજ બજાવતા ધાંધલ મૂળુભા જીવાભાઈ અને રાજકોટ શહેરમાં ફરજ બજાવતા હેરભા હરેશભાઈ રામભાઈને પણ મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.