ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢના વાડલા ફાટક નજીક એક કાર ખુલ્લા પુલીયામાં ખાબકી હતી. જેના કારણે કારમાં સવાર 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે, સદનસીબે જાનહાની ટળી હતી. શહેરના વાડલા ફાટક પાસેથી એક કાર પસાર થઇ રહી હતી. દરમિયાન અચાનક ચાલકે કાબુ ગુમાવતા કાર ખુલ્લા પુલીયામાં ખાબકી હતી. પરિણામે કારમાં બેસેલા લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ અંગે વંથલી પીએસઆઇ વાય.બી.રાણાએ જણાવ્યુ હતુ કે, વાડલા ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં સવાર 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જો કે, સદનસીબેન કોઇ જાનહાની થઇ ન હતી.
જૂનાગઢ વાડલા ફાટક નજીક ખુલ્લા પુલીયામાં કાર ખાબકતાં 3 વ્યક્તિને ઇજા
