ત્રણેય શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી, કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે તેવામાં હવે વધુ એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ધ્રાંગધ્રાના ધોરીધાર વિસ્તાર ખાતે આવેલા ફાર્મ હાઉસમાં રવિવારે મોડી રાત્રે ત્રણ જેટલા ઈસમો અચાનક કાર લઈને ધસી જઇ ફાર્મહાઉસના દરવાજે કાર ભટકાડી દરવાજો તોડી અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી ફાર્મહાઉસમાં હાજર રાજાભાઈ ખોડાભાઇ દોરારા સાથે માથાકુટ કરી હતી જેથી રાજાભાઈ ત્યાંથી ભાગવા જતા કારમાં આવેલા આ ઇશમ દ્વારા ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પરંતુ આ પ્રકારની માથાકુટ બાદ કારમાં આવેલા ઈસમો ત્યાંથી નાશી છૂટયા હતા જે બાદ પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રાજાભાઈ દોરારાની ફરિયાદના આધારે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને એક અજાણ્યા ઈશમ વિરુદ્ધ ગુન્હો નોંધી તાત્કાલિક આ શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કરી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.



