ખાસ-ખબર ન્યૂઝ પાટડી, તા.6
પાટડી દસાડા રોડ ઉપરથી દારૂની હેરફેરીનું નેટવર્ક ઝડપાયું છે રાજસ્થાનથી દસાડા દારૂ ઘુસાડવામાં આવતો હતો અને ત્યાર બાદ સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં સપ્લાય કરવામાં આવતા હોવાનો પણ ધડાકો થયો છે સ્ટેટ મોનિટરિગ સેલે દારૂ ભરેલી બે ગાડીઓ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તેમજ 14.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આઠ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ખાટડા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી અને દારૂની 543 બોટલ ભરેલી બે કાર સાથે ગણેશ રામ ચૌધરી, ઓમ પ્રકાશ ચૌધરી, દીપરામ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે આ લોકો રાજસ્થાનથી સુરેન્દ્રનગર દારૂ કાર મારફતે ઘુસાડતા હતા છેલ્લા બે મહિનાથી આ પ્રકારની દારૂની લાઈનો ચાલુ થઈ ગઈ છે ખાસ કરીને રાજસ્થાનથી દસાડા સુધી દારૂ લાવવામાં આવતો હતો અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રોજની 30 જેટલી ફોરવીલ ગાડીઓમાં દારૂ પૂરો પાડવામાં આવતો હતો આ સમગ્ર બાબતનો પર્દાફાસ કરવામાં આવ્યો છે પોલીસે વહાણ સહિત 14,34,540 નો મુદામાલ કબજે કરી રાજસ્થાનના અમૃત રબારી, અર્જુન ઉર્ફે ભૂરો, સુરેન્દ્રનગર દારૂ મંગાવનાર સહિત 5ની શોધખોળ હાથ ધરી છે.