ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
વેરાવળ સિટી પોલીસની સર્વેલન્સ સ્કોડે જાહેરમાં દારૂૂની મહેફિલ માણતા ત્રણ શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે વેરાવળ ડાભોર રોડ પર કપિશ્ર્વર પાર્ટી પ્લોટ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન પોરબંદરના જીતેન મણિયાર (31) અને જલ્પેશ મકવાણા (21) તેમજ વેરાવળના કૌશલ મુરબીયા (26)ને પકડી પાડવામાં આવ્યા હતા. ત્રણેય શખ્સો કડિયા કામ સાથે સંકળાયેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ. 4.50 લાખની રોકડ રકમ, રોયલ સ્ટેગ વ્હિસ્કીની ખાલી બોટલ, ટુબોર્ગ પ્રિમિયમ બિયર અને ત્રણ ગ્લાસ જપ્ત કર્યા છે. આ ઉપરાંત રૂૂ. 4.50 લાખની કિંમતની મારુતી સુઝુકી નેક્સા ફ્રોન્ટક્સ કાર (ૠઉં-25-ઇઅ-0582) પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી, 65(એએ), 86, 81 હેઠળ ગુનો નોંધવામા ંઆવ્યો છે.
વેરાવળમાં દારૂની મહેફિલ માણતા 3 ઝડપાયા કાર સહિત 9 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
