રાજકોટમાં દિવાળી પૂર્વે દીપાવલી
ગોંડલ હાઈવે સિક્સ લેન, રાજકોટ-કાનાલૂસ રેલવે ડબલ ટ્રેક, ખીરસરા નવી જીઆઈડીસી, અમુલ પ્લાન્ટ, મોરબીમાં ક્ધટેનર ડીપોનું ખાતમુહૂર્ત
- Advertisement -
રાજકોટમાં જંગી સભા અને રોડ શો યોજાય તેવી શક્યતા
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના તા.21 ઓક્ટોબરથી એકાદશી-વાઘબારસ સાથે દિવાળીની રજાનો માહૌલ સર્જાય તે પહેલા તા.19ના આસો સુદ-9ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવીને રૂા.પાંચ-છ હજાર કરોડના કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે. પ્રાપ્ત વિગત અનુસાર દિવાળીના તહેવારો શરુ થાય તે પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને રાજકાટમાં મનપા દ્વારા બનતા હોસ્પિટલ ચોક, નાનામવા, રામાપીર ચોક ખાતે ત્રણ ઓવરબ્રીજ, રૈયા વિસ્તારમાં કેન્દ્ર સરકારના નિયંત્રણમાં બનતા લાઈટ હાઉસ આવાસો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈશ્વરીયા પાર્ક ખાતે તૈયાર થયેલ સાયન્સ મ્યુઝિયમ લોકોને અર્પણ કરશે.
આ ઉપરાંત આશરે રૂા.1200 કરોડના ખર્ચે રાજકોટ-ગોંડલ હાઈવે સિક્સ લેનનું કામ, અંદાજે રૂમ.2000 કરોડના રાજકોટ-કાનાલુસ રેલવે ડબલટ્રેકનું કામ, રાજકોટ કાલાવડ રોડ પર ખીરસરા,છાપરા વિસ્તારમાં 97 હેક્ટરમાં અબજો રૂા.ના ખર્ચે નવી જી.આઈ.ડી.સી., ભાવનગર રોડ પર સમઢીયાળા નજીક આશરે રૂમ.500 કરોડના ખર્ચે અમુલ પ્લાન્ટ, મોરબીના મકનસર પાસે ઈનલેન્ડ ક્ધટેનર ડિપો સહિતના કામોના ખાતમુહૂર્ત, શિલાન્યાસ કરીને શુભારંભ કરાવશે.ઉપરાંત ગોંડલ રોડ પર શાપર વેરાવળ પાસે ટેકનોલોજી હબ સેન્ટરનું પણ લોકાર્પણ થઈ શકે છે. આ વિકાસકામોની સૂચિ, લોકાર્પણ થઈ શકે તે માટેની તડામાર તૈયારીઓ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના તંત્રો દ્વારા હાથ ધરાઈ છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા પધારી રહેલા વડાપ્રધાનની જંગી જાહેર સભા રેસકોર્સમાં યોજાય અને આ સાથે શહેરમાં રોડ શો પણ યોજાય તેવી સંભાવના છે. જો કે વિગતવાર ફાઈનલ કાર્યક્રમ હજુ સત્તાવાર જાહેર થયો નથી પરંતુ, તંત્ર દ્વારા તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ખાસ કરીને બ્રિજના લોકાર્પણથી લાખો લોકોને અવરજવરમાં નૂતન વર્ષે રાહત મળશે. અને સાયન્સ મ્યુઝિયમનું નવું માણવાલાયક સ્થળ અને 1144 પરિવારોને ઘરનું ઘર મળશે.