ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ કેસની વિગત જોઈએ તો સરધારના આરોપીને મિત્રતાના દાવે આપેલ પૈસાની ચૂકવાણીના અલગ અલગ 3 ટોટલ 14 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપી મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજા ને 14 ના બદલે 21 લાખ ચૂકવવા તથા ત્રણેય કેસમાં 1-1 વર્ષની સજા કરતો હુકમ કરવામાં આવેલ છે.
- Advertisement -
આ કામના ફરિયાદી મહિપાલસિંહ હેમંતસિંહ જાડેજા પાસેથી મયુરસિંહ ચંદ્રસિંહ જાડેજાને પૈસાની જરૂર હોય તથા બન્ને ધંધામાં પણ સાથે કામ કરેલ હોય ઓળખાણ તથા સંબંધના હિસાબે તા-22/05/2019 ના રોજ વગર વ્યાજે 14 લાખ અંકે રૂપિયા 14 લાખ પૂરા લીધેલા અને જે મુજબ પૈસાનું લખાણ પણ કરી આપેલ. તથા પૈસા ચૂકવવાનો સમય પૂર્ણ થતાં આરોપીએ પૈસાની ચુકવણી સલામતી પેટે ત્રણ ચેક આપેલ જે ચેક નાખવાનું જણાવેલ અને નાખતી વખતે પાકું વચન વિશ્વાસ આપેલ કે ચેક નાખશો એટલે પૂરા પૈસા મળી જશે પરંતુ ચેક નાખતા “ફંડ ઇનસૂફીયન્ટ” ના શેરા સાથે પરત થયેલ જેથી ફરિયાદીને છેતરાયાનો અહેસાસ થતાં આરોપીએ પોતાના વકીલશ્રી કુલદીપસિંહ બી જાડેજા મારફતે લીગલ ડિમાન્ડ નોટિસ મોકલેલ.
નોટિસ વખતે આરોપી છેતરપિંડીના કેસમાં ગોંડલની જેલમાં હોય જેલમાં નોટિસ બજાવવામાં આવેલ. આરોપી મયૂરસિંહ નોટિસનો જવાબ આપેલ નહીં અને પૈસાની ચુકવણી પણ કરવામાં આવેલ નહીં, જેથી પડધરીની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ કેસ નામ. કોર્ટમાં ચાલી જતાં ફરિયાદીના વકીલશ્રી કુલદીપસિંહ બી જાડેજાએ વિગતવાર નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાઓ પરની દલીલો કરેલ, તથા હાઇકોર્ટ-સુપ્રીમકોર્ટના વિવિધ યુકાદાઓ રજૂ કરવામાં આવેલ જેથી ફરિયાદી આરોપીના વકીલોની દલીલો વિવિધ ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ ધ્યાને લઈ નામ. કોર્ટ આરોપીને ત્રણેય કેસોમાં એક-એક વર્ષની સજા તથા 14 લાખને બદલે એકવીસ લાખ ચૂકવવા હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરિયાદી મહિપલસિંહ હેમંતસિંહ જાડેજા વતી રાજકોટના વકીલો કુલદીપસિંહ બી જાડેજા, જ્યોત્સનાબા પી જાડેજા, શિવરાજસિંહ ઝાલા, રવિરાજસિંહ પરમાર, હેતલ ભટ્ટ, રિંકલ પરમાર ભૂમિલ સોલંકી રોકાયેલા હતા.