જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના આરોપીઓ જબ્બે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
મજેવડીના રિયાઝ અલારખાભાઈ ભટ્ટી નામના યુવકના 3 હત્યારાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૂનાગઢમાંથી ઝડપી લઇ તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મજેવડીના ઇરફાન અલારખાભાઈ ભટ્ટીને તેમજ ગામનો સદામ કાસમ સિપાઈ સાથે 4 મહિના પહેલા બાઈક અથડાયુ હતું. જેના સમાધાન માટે ઇરમાનનો 25 વર્ષીય ભાઈ રિયાઝ જતા સદામ, રિયાઝ તથા ઈરમાન વચ્ચે મારામારી થઈ હતી. જેથી સદામે બંને ભાઈ વિરૂઘ્ઘ્ પોલીસ કેસ કર્યો હતો પરંતુ રિયાઝ જેલમાથી છૂટી ગયો હતો.
બાદમાં સદામ સિપાઇએ ઈરમાન સાથે બદલો લેવાનું કાવતરૂ ઘડ્યું હતું. દરમિયાન ગત તારીખ 3 મેના રોજ રાત્રે 8 વાગ્યે રીયાઝ તથા ઇસ્માઇલ બાઈક પર આવતા હતા ત્યારે પાછળથી સદામ કાસમ, સમીર સલીમ ઉર્ફે ચકો હોથી અને રાજકોટનો મનીષ ઉર્ફે ભોથીયો ત્રીપલ સવારી બાઈક ઉપર આવી સમીર સલીમે લોખંડનો પાઇપ રિયાઝને છાતીના ભાગે મારી પાડી દીધો હતો. આ પછી ત્રણેય શખ્સે રિયાઝ પર તલવાર, કુહાડી, લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યા નિપજાવી નાસી ગયા હતા. ઘટના અંગે મૃતકના ભાઈ ઈરમાન ભટ્ટીની ફરિયાદ લઈ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલીયાના માર્ગદર્શનમાં તાલુકા, એલસીબી, એસઓજીની ટીમે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન સોમવારે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે. જે. પટેલની ટીમે બાતમી આધારે જુનાગઢમાંથી યુવાનના ત્રણેય હત્યારાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે તાલુકા પોલીસને સોંપી આપ્યા હતા.



