કેન્દ્રિય કબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો
રૂ. 2481 કરોડના ખર્ચે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ શરૂ કરવાનો નિર્ણય
- Advertisement -
પાનની પેપરલેસ પ્રોસેસ માટે પાન-2ને મંજૂરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આજે લેવામાં આવેલા નિર્ણયોમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ, પેપરલેસ પાન સિસ્ટમની રચના, રાષ્ટ્રવ્યાપી એકેડમિક સબસ્ક્રીપ્શન સ્કીમ, હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ અને રેલવેનું વિસ્તરણ જેવા નિર્ણયો સામેલ છે.કનેક્ટિવિટી વધારવા માટે કેબિનેટે 7927 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ મલ્ટી ટ્રેકિંગ રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
કેન્દ્ર સરકારે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 2481 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય લીધો છે. કેમિકલ મુક્ત ખેતીના પ્રસાર માટે આ મિશનની રચના કરવામાં આવશે અને તે ખેતી તથા ખેડૂતોના કલ્યાણ મંત્રાલયને આધીન કાર્ય કરશે.
- Advertisement -
સંશોધનને વેગ આપવા માટે અટલ ઇનોવેશન મિશન (એઆઇએમ) 2.0 શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે. 31 માર્ચ, 2028 સુધી અમલીકરણ કરવા માટે 2750 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે પાન-2 પેપરલેસ એન્ડ ઓનલાઇન સિસ્ટમને પણ મંજૂરી આપવામાં આવી છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ની પેપરલેસ પ્રોસેસ માટે આ ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. કેબિનેટે શિક્ષણ જગત માટે વન નેશન વન સબસ્ક્રીપશન સ્કીમને પણ મંજૂરી આપી છે. આ સ્કીમ માટે 6000 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓ સમગ્ર દેશના રિસર્ચ આર્ટીકલ અને જર્નલ વાંચી શકશે. વિદ્યાર્થીઓ અને સંશોધકો વિના મૂલ્યે આ સેવાનો લાભ લઇ શકશે. અરૂણાચલ પ્રદેશના શી યોમી જિલ્લામાં 1939 કરોડ રૂપિયાના ખર્ચે હાઇડ્રો ઇલેકટ્રિક પ્રોજેક્ટની રચનાને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં વીજ ઉત્પાદન વધારવા માટે આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.