DCB, SOG અને LCBની ચૂંટણીલક્ષી કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ પોલીસ ચૂંટણી લક્ષી પેટ્રોલિંગ વધાર્યું હોય તેમ એક જ દિવસમાં ભક્તિનગર ઉપરાંત વધુ ત્રણ શખ્સોને ગેરકાયદે હથિયાર સાથે દબોચી લીધા છે ડીસીબીએ માંડાડુંગર પાસેથી એક શક્ષને, એસઓજીએ ભગવતીપરામાંથી એક શખસને અને એલસીબીએ માલીયાસણ ચોકડી પાસેથી એક શખસને હથિયાર સાથે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ડીસીબી પીઆઇ એમ આર ગોંડલીયા અને ટીમે બાતમી આધારે માંડાડુંગર નકલંક સોસાયટીમાં રહી ખેતીકામ કરતા જયસુખ ઉર્ફે જશા વલ્લભ વાઘેલાને તેના ઘર નજીકથી જ દેશી બનાવટની પિસ્ટલ તેમજ બે જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો તપાસમાં અગાઉ દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલો જયસુખ ઉર્ફે જશો આજી ડેમ પોલીસ મથકના મારામારી અને ધમકીના ગુનામાં નાસતો ફરતો હોવાનું જાણવા મળ્યું છે જયસુખ ઉર્ફે જશાની પૂછપરછમાં પિસ્ટલ તેના અવસાન પામેલા દાદાએ આપ્યાનું રટણ કરતાં વિશેષ તપાસ અર્થે પીએસઆઇ એ.એસ.ગરચરે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે
જ્યારે એસઓજી પીઆઇ જે એમ કૈલા અને ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ભગવતીપરા નદીકાંઠે દરોડો પાડી આ જ વિસ્તારના દાઉદ ઉર્ફે ભઈલો કદિરભાઈ શાહમદારને સકંજામાં લઈ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની 25 હાજરની પિસ્ટલ અને બે જીવતા કાર્તિસ મળી આવતા ગુનો નોંધી ધરપકડ કરી હતી દાઉદ અગાઉ રાજકોટમાં હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ સહિત ત્રણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને એક વખત પાસા તળે જેલયાત્રા પણ કરી ચૂક્યો છે તેમજ એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમે બાતમી આધારે માલીયાસણ ચોકડી પાસે વોચ ગોઠવી ભગવતીપરાના મહમદ હાસમભાઈ દલને 10 હજારની કિમતના દેશી તમંચા સાથે દબોચી લઈ કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.