ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જેતપુર હાઇ-વે રોડ પર આવેલ મહાસાગર પેટ્રોલ પંપની ઓઇલ ઓફીસમાંથી બે શખ્સ રૂપિયા 43 હજારની કિંમતના 3 મોબાઇલ ફોન ચોરી ગયા હોવાની પોલીસમાં ફરિયાદ થઇ હતી. પટ્રોલ પંપના મેનેજર રામભાઇ નાથાભાઇ બોખીરીયા ફિલર મેન રાત્રીના 3 વાગ્યે પેટ્રોલપંપ ખાતે સુતા હતા સવારે 4:30 વાગ્યે પેટ્રોલ પંપ ખાતે સુતા હતા સવારે 4:30 વાગ્યે ટ્રાવેલસની બસ ડીઝલ પુરાવા માટે આવતા ફીલર મેન રાજુભાઇ વાંદા બસમાં ડીઝલ ભરી કેશિયર ઓફીસની બાજુમમાં આવેલ ઓફિસમાં પોતાનો મોબાઇલ ચાર્જીંગમાં રાખલ હોય જે લેવા જતા તેમના સહિચતના 3 મોબાઇલ ફોન જોવા મળેલ નહીં.
આ પછી પેટ્રોલ પંપના સીસીટીવી ચેકકરતા અજાણ્યો શખ્સ પેટ્રોલ પંપમાં પ્રવેશી 43 હજારની કિંમતના 3 મોબાઇલ ફોન અને સ્વાઇબ મશીન ચોરીને બીજા શખ્સ સાથે બાઇક પરનાસી ગયા હોવાનું માલુમ પડયુ હતુ. આ અંગેની ફરિયાદના આધારે તાલુકા પીએસઆઇ એસ.કે.ડામોરે તપાસ હાથ ધરી હતી.