ખાસ-ખબર ન્યૂઝ ઇઝરાયલ, તા.29
ઇઝરાયલ-હમાસ સંઘર્ષના 15 મહિના પછી રફાહ સરહદ અને દક્ષિણ ગાઝા વિસ્તારમાંથી 3 લાખથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો ઉત્તર ગાઝા પાછા ફર્યા છે. 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ બાદ ગઈકાલે એટલે કે સોમવાર 27 જાન્યુઆરીએ ઇઝરાયલે પેલેસ્ટિનિયન નાગરિકોને ઉત્તર ગાઝામાં પરત ફરવાની મંજૂરી આપી હતી. યુદ્ધ શરૂ થયા પછી 10 લાખથી વધુ લોકો દક્ષિણ તરફ ગયા. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર ગાઝામાં ઇઝરાયલના હુમલાને કારણે 47 હજારથી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 1.10 લાખથી વધુ લોકો ઘાયલ થયા છે.
યુદ્ધવિરામ ડીલ હેઠળ એ નક્કી કરવામાં આવ્યું હતું કે, ઇઝરાયલ 25 જાન્યુઆરીથી પેલેસ્ટિનિયનોને ઉત્તર ગાઝામાં પાછા ફરવાની મંજૂરી આપશે. જોકે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના વિવાદને કારણે તેમાં 2 દિવસનો વિલંબ થયો હતો. હમાસે ગાઝાના વિસ્થાપિત લોકોની વાપસીને જીત ગણાવી છે. હમાસે કહ્યું કે, ગાઝા પર કબજો કરવાની ઇઝરાયલની યોજના નિષ્ફળ ગઈ છે. લોકો પોતાના ઘરે પાછા ફરવું એ ઇઝરાયલની હારની નિશાની છે. ઇઝરાયલે સોમવારે સવારે 9 વાગ્યે નેટઝેરીમ કોરિડોર ખોલ્યો હતો. બીબીસીના જણાવ્યા અનુસાર, નેટઝેરીમ કોરિડોર શરૂૂ થયાના 2 કલાકની અંદર બે લાખ વિસ્થાપિત પેલેસ્ટાઈન પગપાળા ગાઝા સરહદમાં પ્રવેશવામાં સફળ થયા છે. રિપોર્ટ અનુસાર 2 કલાક બાદ બોર્ડર વાહનો માટે ખોલવામાં આવી હતી.
- Advertisement -
ઇઝરાયલે કહ્યું કે, હમાસ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 33 બંધકોમાંથી 8 પહેલા જ માર્યા ગયા છે. સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે આ વાતની પુષ્ટિ કરી છે. મતલબ કે આવનારા સમયમાં હમાસ માત્ર 18 બંધકોને જ મુક્ત કરશે. સિઝફાયરના પ્રથમ તબક્કામાં ઇઝરાયલે અત્યાર સુધીમાં 7 બંધકોને મુક્ત કર્યા છે. યુદ્ધવિરામ કરાર હેઠળ હમાસ આ અઠવાડિયે 6 ઇઝરાયલ નાગરિકોને મુક્ત કરશે. તેઓને ગુરુવાર અને શનિવારે 3ની બે બેચમાં રિલીઝ કરવામાં આવશે. બદલામાં ઇઝરાયલે ઉત્તર ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકોને સોમવાર, 27 જાન્યુઆરીથી પાછા ફરવાની મંજૂરી આપી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ જાણકારી આપી. જે બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા તેમાં બે મહિલાઓ આર્બેલ યેહુદ અને અગર બર્જરનો સમાવેશ થાય છે. તેને 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો.
ઇઝરાયલે ગયા અઠવાડિયે શનિવારે મુક્ત કરાયેલી ચાર મહિલા બંધકોની સાથે અરબેલ યેહુદને મુક્ત કરવાની માગ કરી હતી. જો કે હમાસે શનિવારે આર્બેલને મુક્ત કર્યો ન હતો. ઇઝરાયલે આને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. હમાસે રવિવારે બાકીના બંધકોની યાદી ઇઝરાયલને સોંપી હતી. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 19 જાન્યુઆરીથી યુદ્ધવિરામ શરૂૂ થયો હતો. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો 42 દિવસ માટે છે, જે દરમિયાન તમામ ઇઝરાયલ બંધકોને મુક્ત કરવામાં આવશે.
ઇઝરાયલને શનિવાર સુધી આ યાદી મળી નથી. ઇઝરાયલે આને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેના કારણે ઉત્તર ગાઝામાં પેલેસ્ટિનિયનોની પરત ફરવામાં વિલંબ થઈ રહ્યો હતો.
યુદ્ધવિરામ ડીલ 3 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હમાસ ઈઝરાયલમાંથી અપહરણ કરાયેલા 33 બંધકોને મુક્ત કરશે. તેમજ ઈઝરાયલની સેના ગાઝા બોર્ડરથી 700 મીટર દૂર પીછેહઠ કરશે. ઇઝરાયલમાં ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી પણ બહાર પાડી છે, જેમને પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. જેમાં 69 મહિલાઓ, 16 પુરૂૂષો અને 10 સગીરોનો સમાવેશ થાય છે.
ઈઝરાયલ 700થી વધુ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. તેમના નામની યાદી પણ બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સામેલ ઘણા લોકો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના સભ્યો સહિત હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. હમાસ 7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલમાં પ્રવેશ્ર્યું, 1200 લોકોની હત્યા કરી અને 251 લોકોને બંધક બનાવ્યા. તેના થોડા કલાકો બાદ ઈઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો.