28ના બદલે 31 ટકા મોંઘવારી ભથ્થુ મળશે, 4500 કર્મચારીઓ અને 2 હજાર પેન્શનર્સને મળશે લાભ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારી કર્મચારીને હવેથી 28ના બદલે 31 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. જેનો લાભ મહાનગરપાલિકાના કર્મચારીઓને મળશે જેને લઈને તંત્ર પર વાર્ષિક સાડા પાંચ કરોડનો બોજ વધશે. તા. 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં વધારો કરી દેવાયો છે. જો કે, 10 માસનું એરીયર કર્મચારીઓને 2 હપ્તામાં ચુકવવામાં આવશે. રાજ્યના 4500 કર્મચારીઓ અને 2 હજાર પેન્શનર્સને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. માસિક ખર્ચમાં 45 લાખનો ખર્ચ થશે. આ એરીયર્સની વાત કરીએ તો તેનો 4.5 કરોડનો ખર્ચ થશે.