ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર એ2પોર્ટ અને દીવ એરપોર્ટ ખાતે ફરજ બજાવતા સી.આઈ.એસ.એફ. જવાનોને ફાયરીંગ પ્રેકટીસ પોરબંદર તાલુકાના ઓડદર ગામે આવેલ પોલીસ ફાયરીંગ બટના સ્થળે આગામી તા.20/12/2024, તા. 21/12/2024 અને તા.23/12/2024 ના દિન-3(ત્રણ) માટે સમય કલાક.06.30 થી 18.30 કલાક દરમ્યાન કરવાની હોવાથી પોરબંદર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.વદરે ઓડદર ગામ પાસે આવેલા ફાયરીગ પ્રેકટીસ બટના સ્થળની આજુબાજુ અવર-જવર કરનારાઓને કોઈ નુકશાન ન થાય તે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)બી હેઠળ તા.20/12/2024, તા.21/12/2024 અને તા. 23/12/2024ના સુધી કુલ દિવસ-3(ત્રણ) માટે સમય ક.06.30 કલાક થી 18.30 કલાક સુધી પોરબંદર તાલુકાના ઓડદર ગામ તરફ રસ્તા નજીક દરિયા કિનારાના ફાયરીંગ બટ વિસ્તારમાં પૂર્વ અને પશ્ચિમ ભાગે- 600 મીટર, ઉતર અને દક્ષિણ ભાગે-600 મીટર અને ત્યાંથી દરીયામાં આજુબાજુના વિસ્તારના રાહદારીઓને તેમજ વાહનો માટે તથા વ્યકિતગત તેમજ વહાણ/બોટ લઈને જનાર માછીમારોને અવર જવર કરવા ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી કરવામાં આવી છે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.