‘બિપોરજોય વાવાઝોડામાં 1.53 લાખ લોકોને 3 કરોડની સહાય, પાક નુકસાનીમાં કેટલી સહાય આપવી તે બાદમાં નક્કી થશે’ તેવુ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના જખૌ પોર્ટ પર ત્રાટકેલા વાવાઝોડા સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેર્યો હતો. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.
- Advertisement -
3 કરોડની ચૂકવામાં આવી સહાય
તાજેતરમાં જ ગુજરાત ઉપર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાના કારણે આઠ જિલ્લામાં ખેતી તેમજ બાગાયતી પાકોમાં અને મત્સ્યોદ્યોગમાં નુકસાન ઉપરાંત પશુમૃત્યુ પણ નોંધાયા છે. આ કુદરતી આફતના કારણે સ્થાનિક લોકો, ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને થયેલા આર્થિક નુકસાનમાં સહાયરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં પશુ સહાય માટે 4.41 કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે કાચા મકાન માટે 1.68 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. PMJAY અંતર્ગત 10 લાખની સહાય ચૂકવાઈ છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાણકારી આપી છે.
ખેતી નુકસાન અંગે જાહેર કરાશે પેકેજ
પાક નુકસાની અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ખેતી અને બાગાયતી પાકના નુકસાનનો અહેવાલ મળ્યો છે. કેટલી રકમ ચૂકવવી અને ક્યારે ચૂકવવી તે બાબતે કૃષિમંત્રી, નાણા વિભાગ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને નિર્ણય લેવાશે. ટૂંક સમયમાં ખેતી નુકસાન અંગે પેકેજ જાહેર કરાશે
- Advertisement -