તોરણ અને ફુલ ઝાડના કુંડાથી સુશોભિત કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
વિસાવદર વિધાનસભા મત વિસ્તારના 15 ગામોમાં 29 જેટલા ગ્રીન બુથ સજવામાં આવ્યા હતા જેમાં પ્રકૃતિ પર્યાવરણના જતન માટે લોકોમાં એક પ્રેરક સંદેશ પ્રસરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના નિર્દેશ મુજબ વિસાવદર વિધાનસભા મત વિસ્તારના 15 ગામમાં 29 ગ્રીન મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા આ મતદાન મથકો આંબા, આસોપાલવના તોરણ, ફૂલ ઝાડના કુંડા વગેરેથી સુશોભિત કરાયા હતા આ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદર તાલુકાના 5 – 5 ગામમાં ગ્રીન બુથનો સમાવેશ કરાયો હતો. ગ્રીન બુથોમાં વડાલ, વિજાપુર, નવા પીપળીયા, પાતાપુર, નવાગામ, વિશળ હડમતીયા, બરવાળા, ગોરવિયાળી, ચુડા, સરદારપુર, રાવણી કુબા, વિસાવદર, કાલસારી, ઘોડાસણ અને લાલપુર ગામનો સમાવેશ કરાયો હતો.