કન્યાઓને શુકનની વસ્તુઓ અને મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક સંસ્કારનો કરિયાવર કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી ચુંવાળીયા કોની વિદ્યાર્થી ભુવન અને બોડીંગ – રાજકોટ દ્વારા આયોજીત 28મો સંત વેલનાથ સમુહ લગ્નોત્સવ વિક્રમ સંવત 2080 મહા વદ-7 ને રવિવારના 03માર્ચ 2024 સમય સવારે 7:30 કલાકે રેસકોર્ષ ગ્રાઉંડ-ર, બહુમાળી ભવનની સામે રાજકોટ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 15 જેટલા નવયુગલો જોડાઈ રહયા છે. જેમાં ક્ધયાઓને શુકનની વસ્તુઓ ઉપરાંત સોના, ચાંદી, કબાટ, બેડ, ગાદલા, વાસણો ઘરવખરીની તમામ વસ્તુની ભેટ આપવામાં આવશે અને મહાનુભાવો દ્વારા પ્રેરણાત્મક સંસ્કારનો કરીયાવર કરવામાં આવશે.
આ સમુહલગ્નોત્સવમાં સંત રામદાસબાપુ, સાયનાથબાપુ, સુંદરનાથ બાપુ, મનુભગત, વાઘજીભગત મુખ્ય મહેમાન ડો. મહેન્દ્ર મુંજપરા , કેન્દ્રીય મંત્રી, કુંવરજીભાઈ બાવળીયા, છોટુભાઈ પરસોંડા, નયનાબેન બાળોન્દ્રા, કંકુબેન ઉઘરેજા ઉપરાંત સમાજના સર્વે સરપંચો, સંત વેલનાથ મંડળો, મહિલા મંડળો પધારશે. ભોજન સમારંભ તથા કરીયાવરના દાતાઓ પ્રવિણભાઈ કુનતીયા, દિપકભાઈ બાબરીયા, નરશીભાઈ ઉદેશા, મિહીરભાઈ સીતાપરા, ભુપતભાઈ ઉદેશા, દેવાભાઈ સનુરા, અલ્પેશભાઈ સાઘરીયા વગેરે દાતાઓ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમુહલગ્નની આયોજક સમિતી, કાર્યાલય સમિતી, ભોજન વ્યવસ્થા સમિતી, કરીયાવર સમિતી, સુશોભન સમિતી, મંડપ સમિતી, પાણી-છાસ વ્યવસ્થા સમિતી જહેમત ઉઠાવી રહ્યા છે.