ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વર્ષ 2022-23ની હિસાબી વર્ષની સાધારણ સભા રવિવારના રોજ શ્રી રાજ શૃંગાર પાર્ટી પ્લોટ રાજકોટ ખાતે મંડળના પ્રમુખ કમલેશભાઈ બાબરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સાધારણ સભામાં આહીર સમાજના ક્લાસ 1, 2માં નિમણુંક પામેલા અધિકારીઓનું, કર્મચારીઓના તેજસ્વી બાળકોનું, મહારાસ રાજકોટ કમિટીના બહેનોનું, નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે આહીર સમાજ શ્રેષ્ઠીઓ ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તથા આહીર સમાજ અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, ભાનુભાઈ મેતા, સવજીભાઈ મૈયડ, નાગદાનભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ હેરભા, રાજુભાઈ ડાંગર, જનકભાઈ મેતા, પ્રો. પ્રવિણભાઈ ભેડા, જગદીશભાઈ કિહોર, વી. ડી. બાલા, જે. જે. ધ્રાંગા, એલ. બી. બાંભણીયા, ગીરીશભાઈ ગોરીયા, મેહુલભાઈ ચંદ્રવાડીયા, શૈલેષભાઈ ડાંગર, કમલેશભાઈ કોઠીવાર, અશ્ર્વિનભાઈ બકુત્રા, જયદીપભાઈ જલુ, ભરતભાઈ મિયાત્રા તેમજ સંસ્થાના સભ્યો વડીલોએ હાજરી આપી મંડળની કામગીરી બિરદાવી હતી.
આ વાર્ષિક સાધારણ સભામાં વર્ષ 2023-24 માટે નવા પ્રમુખ તરીકે નિર્મળભાઈ મેતા, મહામંત્રી તરીકે કિરીટભાઈ મયડ તથા ઉપપ્રમુખ તરીકે ભાનુભાઈ મિયાત્રા અને રમેશભાઈ બોરીચા તથા ખજાનચી તરીકે મહેશભાઈ ચાવડાની નિમણુંક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળના પ્રમુખ કમલેશભાઈ બાબરીયા, મંત્રી કિરીટભાઈ મૈયડ, મહેશભાઈ ચાવડા, નિર્મળભાઈ મેતા, ભાનુભાઈ મિયાત્રા, રાજેશભાઈ ડાંગર, રમેશભાઈ છૈયા, કાનાભાઈ રામ, પ્રણવભાઈ પંચોલી, પ્રકાશભાઈ મ્યાત્રા, પુંજાભાઈ વરૂ, ભરતભાઈ કાનગડ મંડળના પૂર્વ પ્રમુખ પ્રો. રમેશભાઈ ડાંગર, પ્રો. રામભાઈ વારોતરીયા, દિનેશભાઈ હબલ, મનસુખભાઈ બાળા, ધીરુભાઈ ડાંગર, જેઠસુરભાઈ ગુજરીયા, સુભાષભાઈ ડાંગર સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળની 28મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નવા હોદ્દેદારની નિમણૂક
