સોરઠ પંથકમાં દીપડાના માનવ પર હુમલા વધ્યા
દીપડાની જેલ વધી પણ માનવ હુમલા યથાવત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગીર જંગલ છોડી માનવ વસાહત તરફ વન્ય પ્રાણી ઓની અવર જવર વધતા માનવ હુમલા યથાવત જોવા મળી રહ્યા છે. તાજેતર માંજ દીપડાના હુમલાથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા જેમાં જૂનાગઢ સોનારડી ગામની સિમ વિસ્તારના ઓઝત નદી પાસે પરિવારની સામે બાળકી ને દીપડાએ ઉઠાવી જતા બાળકી નો મૃત્યુ નિપજયું હતું જયારે બીજી ઘટના કોડીનાર ના ઘાટવડ ગામે મહિલા ઉપર હુમલો કરતા જેનું મોટ નીપજ્યું હતું તેમજ કોડીનારના વિઠ્ઠલપુર ગામે શિયાળે માજી ઉપર હુમલો કરતા માજી ઘાયલ કરવાની ઘટના સામે આવી હતી દીપડાના હુમલાની ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો અને વન વિભાગને દીપડા પકડવા તાકીદ કરી હતી વન વિભાગે પાંજરા ગોઠવી દીપડા – દીપડી ને પાંજરે પૂર્યા હતા.
જૂનાગઢ સીસીએફ આરાધના શાહુ સાથે ખાસ ખબર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, દીપડા હુમલામાં જણાવ્યું હતું કે 2016 – 17ની દીપડા ની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં જૂનાગઢ જિલ્લામાં 354 દીપડા ,ગીર સોમનાથ જિલ્લા માં 111 દીપડા અને અમરેલી જિલ્લામાં 126 દીપડાની ગણતરી થઇ હતી જેમાં ત્રણ જિલ્લામાં કુલ 591 દીપડા જોવા મળ્યા હતા ત્યાર બાદ કોવીડના લીધે ગણતરી યોજાય નથી. વધુ માં જણાવ્યું હતું કે 2019 – 20માં 14 લોકોના દીપડાના માનવ હુમલા માં મૃત્યુ થયા હતા જયારે 2020 – 21માં 10 લોકોના મોત નિપજ્યા હતા અને 2021 – 22માં 4 વ્યક્તિના મૃત્યુ થયાનું જણાવાયું હતું. સૌરાષ્ટ્ર માં દીપડા ના હુમલા માં માનવ મૃત્યુ ના બનાવ બાદ વન વિભાગ પાંજર મૂકી દીપડાને પકડી લેવામાં આવેછે અને જો માનવ ભક્ષી દીપડો હોવાનું પુરવાર થાય તો તેને આજીવન કેદની સજા આપવામાં આવે છે.
2016-17ની ગણતરીમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ 591 દીપડા જોવા મળ્યા
- Advertisement -
દેવળિયા પાર્ક જૂનાગઢ ઝૂમાં કુલ 49 દીપડા કેદ
દીપડાનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા વધ્યા
ગીર જંગલ વિસ્તાર છોડીને દીપડા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા વધી ગયા છે તેની સામે વન વિભાગે સાસણના દેવળિયા પાર્કમાં વધુ એક જેલ કાર્યરત છે કારણ કે માનવ હુમલા કરનાર દીપડા જયારે માનવ ભક્ષી બની જાય ત્યારે આ જીવન કેદ કરવામાં આવે છે હાલ દેવળિયા પાર્કમાં 28 દીપડા કેદ છે અને જૂનાગઢ સક્કરબાદ પ્રાણી સંગ્રહાલયમાં 21 દીપડા કેદ કરવામાં આવ્યા છે આમ કુલ 49 દીપડા જેલ ભોગવી રહ્યા છે.
લોકોએ સાવચેતી રાખવી જરૂરી: CCF આરાધના શાહુ
દીપડાનાં હુમલાઓ અંગે સીસીએફ આરાધના શાહુએ કહ્યું હતું કે, દીપડાના હુમલાથી બચવા લોકોએ પણ થોડી સાવચેતી રાખવી જોઈએ રાત્રી સમયે ખુલ્લામાં સુવાનું ટાળો તેની સાથે નોન વેજ બનાવીને ઘર આસપાસ ખુલ્લામાં નાખવાનું ટાળો. દીપડાના વધુ હુમલા વેહલી સવારે થવાની શક્યતા વધુ પ્રમાણમાં જોવા મળી છે ત્યારે વેહલી સવારે નીકળતી વેળાએ કાળજી રાખવાની વાત કરી હતી તેમજ વર્ષ 2021-22માં દીપડાના માનવ હુમલા ઘટ્યા હોવાનું જણાવ્યું હતું.