દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ, ચેન્નાઇ કે હૈદરાબાદ માટે લઈ જવાયાં
ફેફસાં, હૃદય લઈ જવામાં માટે એર એમ્બ્યુલન્સ વધુ ઉપયોગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઓર્ગેન ડોનેશન માટે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે જેના લીધે જ્યારે પણ બ્રેઇનડેડની ઘટના બને છે એ સમયે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ડોક્ટરો દ્વારા કાઉન્સેલિંગ કર્યા બાદ સ્વજનોની ઓર્ગન ડોનેશન માટે મંજૂરી મળતાં ઓર્ગનને અન્ય શહેરમાં લઇ જવા માટે સરકાર દ્વારા શરૂ કરાયેલી એર એમ્બ્યુલન્સ ઉપયોગમાં લેવામાં આવે છે.
- Advertisement -
રાજકોટમાંથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા બે વર્ષ દરમિયાન 28 જેટલાં ઓર્ગનને અમદાવાદ લઈ જવાયા છે.સરકાર દ્વારા વર્ષ 2022માં ગુજસેલની એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાઈ છે.આ એર એમ્બ્યુલન્સ થકી 25 જેટલાં ગંભીર દર્દીઓને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રાજકોટથી મુંબઈ,ચેન્નઈ અને હૈદરાબાદ લઈ જવાયાં છે.
તો રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી જ્યારે ઓર્ગન ડોનેશન થાય ત્યારે ખાસ કરીને હૃદય,ફેફસાં લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની મદદ લેવાય છે.જેમાં આ સેવા શરૂ થઈ પછી રાજકોટ,જૂનાગઢમાંથી 28 જેટલાં ઓર્ગન અમદાવાદ લઈ જઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવી જિંદગી આપવામાં એરએમ્બ્યુલન્સ નિમિત્ત બને છે.