અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે નકકર વ્યવસ્થા
વર્ષ 2025ના અંત સુધીમાં રામ મંદિરનું કામ પુરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
- Advertisement -
આવતા મહિનાની 22 તારીખે, રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. રામ મંદિરનું કામ ક્યારે પૂર્ણ થશે અને તેની સુરક્ષા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે? રામ મંદિરની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. રામ મંદિરનું માળખું ઘણું વિશાળ છે, તેથી મંદિરને વીજળીથી બચાવવા માટે 28 તાંબાના સળિયા લગાવવામાં આવશે.આકાશમાંથી વીજળી પડવાની સ્થિતિમાં, રામ મંદિરના શિખર પરથી 28 તાંબાના વાયરો બહાર આવશે અને મંદિરને સંપૂર્ણ રીતે ઢાંકી દેશે. જેના કારણે મંદિર દુર્ઘટનાનો શિકાર નહીં બને.સામાન્ય રીતે, ઊંચી ઇમારતો અથવા ટાવર્સની ટોચ પર લાલ રંગની લાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, જેથી પાઇલટનું ધ્યાન જાય અને તે ઇમારતથી દૂર રહે. રામ મંદિરનું શિખર પણ ઘણું ઊંચું અને વિશાળ છે.
રામ મંદિરમાં ઉડ્ડયન સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આવી સ્થિતિમાં જો કોઈ પ્લેન રામ મંદિરની ઉપરથી પસાર થશે તો તેને સિગ્નલ આપવામાં આવશે, જેના કારણે પ્લેન રામ મંદિરની નજીક નહીં આવે. રામ મંદિર નિર્માણ સમિતિની બેઠકનો રવિવાર બીજો દિવસ છે. રિપોર્ટ્સનું માનીએ તો રામ મંદિરનું કામ આગામી વર્ષમાં પૂર્ણ થઈ જશે. સપ્ટેમ્બર 2025 સુધીમાં મંદિરમાં દિવાલ અને શૂ રેક બનાવવામાં આવશે. મંદિરનું કામ 2025ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.