122 દર્દીઓ નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ સારવાર કેમ્પનો લાભ લીધો
પૈકી 37 દર્દીઓને ફ્રેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરાયા
ખાસ-ખબર ન્યૂઝ ચલાલા
ચલાલા અવિરત સેવાકાર્યો કરનાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા તાજેતરમાં 273 મો વિનામૂલ્યે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ કેમ્પ યોજાયો હતો. જેમાં શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી, નિયામક શ્રી આયુષ – ગાંધીનગર તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અમરેલી, તથા સરકારી આયુર્વેદ દવાખાનું – સરસીયા તથા સરકારી હોમીયોપેથી દવાખાનું – જાળિયાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પમાં નિષ્ણાંત ડોકટરોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પનો શુભારભ મંગલ દિપપ્રાગટ્યથી થયો હતો આ પ્રસંગે સંસ્થાના વડા પુ.શ્રી.ડો.રતિદાદા, રાજનીભાઈ સોની મહાજન અને ડોકટરશ્રીઓ દ્વારા દિપ પ્રગટ્ય કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પુ.શ્રી ડો. રતિદાદા એ બધાને સારૂ થઇ જાય પછી બીજાનું ભલું કરવું તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. સાથે વ્યસન મુક્ત રહેવું, સત્યનું પાલન કરવું અને બધા સાથે હળી-મળીને રહેવું. ગૌ.વા. ઇન્દુબેન જમનાદાસભાઈ પાટડિયા હ. જમનાદાસ મુળજીભાઈ બાબરાવાળા – રજનીભાઈ (હાલ અમરેલી)ના આર્થીક સહયોગથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ – રાજકોટ અને જીલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલીના સહયોગથી આ નેત્રયજ્ઞમાં આંખના દર્દીઓની ચકાસણી ડો. વાઘેલા સાહેબે કરી હતી જે પૈકી 37 દર્દીઓને શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઇ જઈ અને ફેકો મશીન દ્વારા ઓપરેશન કરી નેત્રમણી પણ વિનામૂલ્યે બેસાડવામાં આવી હતી. દંતયજ્ઞમાં તથા અવનીબેન દ્વારા અનેક દર્દીઓને દાંત કાઢી ચાંદી પણ વિનામૂલ્યે પૂરી આપવામાં આવી આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત ભૂષણ મહેશભાઈ, સેવા અને જાહેર સુખાકારી ક્ષેત્રે એવોર્ડ વિજેતા મંજુબા તથા શીતલબેન વગેરે ખુબ જહેમત ઉઠાવી હતી.