ખાસ-ખબર ન્યૂઝ તાલાલા,
તાલાલા શહેરમાં સંત શ્રી રણછોડદાસ બાપુ આઈ હોસ્પિટલ-રાજકોટ દ્વારા સ્વ.નેહાબેન કૌશલભાઈ રાયચુરા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિ:શુલ્ક નેત્ર નિદાન અને ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેનો 267 લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો.
- Advertisement -
તાલાલા લોહાણા મહાજન વાડી માં યોજાયેલ આ સેવાયજ્ઞનો આંખના 207 લાભાર્થીઓએ લાભ લીધો હતો જે પૈકી 56 દર્દીઓને ઓપરેશન ની જરૂર હોય ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.આ સાથે આયુર્વેદિક અને હોમીયોપેથીક કેમ્પ પણ યોજાયો હતો જેમાં 60 દર્દીઓને જરૂરી આરોગ્ય તપાસણી કરી વિનામૂલ્યે આયુર્વેદિક તથા હોમીયોપેથીક દવાઓ આપવામાં આવી હતી.આયોજકો દ્વારા સેવા યજ્ઞનાં લાભાર્થીઓ માટે ભોજન ની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ જેનો લાભાર્થી દર્દીઓએ લાભ લીધો હતો.આ સુંદર કેમ્પના આયોજનથી દર્દીઓએ ખુબ જ રાહત અનુભવી હતી.