નાના મવા ચોકની જમીનનો વિવાદીત સોદો રદ્દ : 18 કરોડની ડિપોઝિટ જપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજરોજ સ્ટે. કમિટીના ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના 2 અને ભાજપના 37 પ્રશ્ર્નો ભાજપના કોર્પોરેટરના હતા પરંતુ આજની આ જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈ દ્વારા પ્રથમ સેક્રેટરીને અને ત્યાર બાદ મેયરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સાગઠીયા અને કોમલબેનને રોકી પોલીસ દ્વારા આ બંનેની અટકાયત કરવામાં આવી હતી.
- Advertisement -
મનપાની મળેલી જનરલ બોર્ડમાં આરએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ મોટો નિર્ણય લીધો છે. નાના મવા રોડ પર 118 કરોડમાં વેચેલો પ્લોટ રદ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે તેમજ 9 સ્કવેર બિલ્ડરની 18 કરોડની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી છે. આમ આજના આ જનરલ બોર્ડમાં 264 કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે તેમજ 41 નંબરની દરખાસ્તને પેન્ડિંગ રાખી જનરલ બોર્ડમાં તમામ દરખાસ્તોને મંજૂરી મળી છે.
જનરલ બોર્ડમાં સર્વાનુમત્તે મંજૂર થયેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં સફાઈ કામદારની મંજુર થયેલ સેટઅપમાંથી ખાલી રહેલ જગ્યાઓની ભરતી કરવા અંગે, શહેરના વોર્ડ નં. 12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15 (વાવડી)ના એફ.પી.51/બી માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊ.ઠ.જ-2 કેટેગરીના બનાવવામાં આવેલ આવાસ યોજનાનું શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર (વકીલસાહેબ) ટાઉનશીપ નામકરણ કરવા અંગે, શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15 (વાવડી)ના એફ.પી.15/એ+ 28/એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊ.ઠ.જ-1 કેટેગરીના બનાવવામાં આવેલા આવાસ યોજનાનું મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ નામકરણ કરવા અંગે, શહેરના વોર્ડ નં.11માં સેલેનીયમ હાઇટસની સામે મવડીથી પાળ ગામ રોડ ટી.પી.27 (મવડી)ના એફ.પી.51/બી માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊ.ઠ.જ-2 કેટેગરીના બનાવવામાં આવેલ આવાસ યોજનાનું લાલુભાઈ પારેખ ટાઉનશીપ નામકરણ કરવા અંગે, શહેરના વોર્ડ નં.7માં રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી બિલ્ડીંગ ગેઈટ નં.2 પાસે, કનક રોડ પર આવેલ ફૂવારો દૂર કરવા અંગે, શહેરના રાજીવ આવાસ યોજના અંતર્ગત ગોકુલનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.7, એફ.પી.નં.148 પર બનાવવામાં આવેલ આવાસ યોજના પૈકી ખાલી રહેલ 68 આવાસો તથા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટઘર 4ઇ (પૂજ્ય રવિશંકર મહારાજ ટાઉનશીપ) યોજના અંતર્ગત ટી.પી. સ્કીમ નં.7, એફ.પી.નં.81 પર બનાવવામાં આવેલ 128 આવાસો મળીને કુલ 196 આવાસોમાં સાગરનગર અને બેટદ્વારકા સ્લમ વિસ્તારના લાભાર્થીઓને સમાવિષ્ટ કરવા અંગે અને શહેરના વોર્ડ નં.11માં શ્યામલ ઉપવન ટાઉનશીપની બાજુમાં, કણકોટ રોડ, 80 ફૂટ ચોકડી પર આવેલ ચોકને વિઠ્ઠલભાઈ રાદડિયા ચોક નામકરણ કરવા અંગે સમાજ કલ્યાણ સમિતિ લક્ષમાં લઈ નિર્ણય લેવામાં આવ્યો છે આમ આ તમામ એજન્ડા સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવ્યા છે.
- Advertisement -
આજે મળેલી જનરલ બોર્ડની બેઠકમાં શહેરી વિકાસ વિભાગની મંજૂરી ન હોવાનું જણાવીને વશરામ સાગઠીયા અને કોમલ ભારાઈને પ્રવેશ કરવામાં દેવામાં આવ્યો ન હતો અને તેમની અટકાયત કરી લેવામાં આવી હતી જેને લઈને વશરામ સાગઠીયાએ ભાજપ સરકાર હાય હાયના નારા લગાવ્યા હતા.
જનરલ બોર્ડમાં વિપક્ષનાં કોર્પોરેટરોની પ્રવેશબંધી
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવેશ મેળવવા માટે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈ દ્વારા પ્રથમ સેક્રેટરીને અને ત્યારબાદ મેયરને પણ રજુઆત કરવામાં આવી હતી. જોકે શહેરી વિકાસ વિભાગની મંજૂરી ન હોવાનું જણાવી તેમને પ્રવેશ અપાયો નહોતો. આમ છતાં વશરામ સાગઠિયાએ પ્રવેશ કરવાની કોશિશ કરતા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. જેને લઈને વશરામ સાગઠિયાએ ‘ભાજપ સરકાર હાય હાય’નાં નારા લગાવ્યા હતા.