ખાસ-ખબર સંવાદદાતા
બિપરજોય વાવાઝોડાંને લીધે સૌરાષ્ટ્ર-કચ્છમાં 11સદના 3,283 જેટલા ફીડર ઠપ થઈ ગયા છે.બીજી તરફ વાવાઝોડાંની સંભવિત અસરવાળા કચ્છ અને સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 260 ગામોમાં હજી પણ વીજ પુરવઠો ન હોવાનું સામે આવ્યું છે ગઈકાલે 14,00 ગામડાંમાં વીજ પુરવઠો ન હતો, સૌરાષ્ટ્ર કચ્છમાં 28,954થી વધુ વીજ પોલોને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ ઙૠટઈકની સૌરાષ્ટ્ર-કચ્છમાં 1200થી વધુ ટીમો કામ કરી રહી છે.
હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. તેના લીધે પણ રિપેરીંગ કરવામાં થોડો પ્રોબ્લેમ પડે રહ્યો છે. પરંતુ ઙૠટઈકના અધિકારીઓ ભારે વરસાદ અને પવનની વચ્ચે પણ રિપેરીંગ કરી રહ્યા છે.
- Advertisement -
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં ઙૠટઈકને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. જામનગર જિલ્લાના 563 ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ હોવાનું સામે આવ્યું છે. હાલ ઙૠટઈકની ટીમો દ્વારા ફોલ્ડ થયેલા વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ઙૠટઈકને 100 કરોડથી પણ વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં નુકસાનીના આંકડામાં હજી પણ વધારો થાય તેવી શક્યતાઓ જોવાય રહે છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ
– રાજકોટ ગ્રામ્ય જ્યોતિગ્રામ 03, એગ્રીકલ્સર 293, GIDC 07, ગામ 01
– મોરબી એગ્રીકલ્ચર 29, જ્યોર્તિગ્રામ 176, ગામ 56, GIDC 58
– પોરબંદરમાં જ્યોર્તિગ્રામ 03, એગ્રીકલ્ચર 84, ગામ 00, GIDC 109
– જુનાગઢ એગ્રીકલ્ચર 00, જ્યોર્તિગ્રામ 176,
– જામનગર જ્યોર્તિગ્રામ 122, એગ્રીકલ્ચર 563, ગામ 455, GIDC માં 07
– ભુજ જ્યોર્તિગ્રામ 173, એગ્રીકલ્ચર 447, ગામ 748, GIDC 21
-અંજાર જ્યોર્તિગ્રામ 97, એગ્રીકલ્ચર 225, અર્બન 24, ગામ 346, GIDC 045
– ભાવનગર એગ્રીકલ્ચર 67,
– બોટાદ એગ્રીકલ્ચર 82
– અમરેલી એગ્રીકલ્ચર 247, ગામ 01
– સુરેન્દ્રનગર એગ્રીકલ્ચર 148, ગામ 05