-40880 પરીક્ષાર્થીઓ પાસ, 147 દિવ્યાંગો ઉતીર્ણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ-2023 માં લેવાયેલ ધો.10 ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરીણામ જાહેર કરી દેવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ ઠઠઠ.લતયબ.જ્ઞલિ પરથી પરિણામ મેળવી શકશે તેમજ વોટસએપ નંબર 6357300971 પરથી પરીણામ જાણી શકશે.
- Advertisement -
ધો.10 ની આ પૂરક પરીક્ષા રાજકોટ સહીત રાજયભરમાં 153394 પરીક્ષાર્થીઓએ આપી હતી. તેમાંથી 40880 પરીક્ષાર્થીઓ પાસ થતાં આ પરીક્ષાનું પરિણામ 26.65 ટકા આવેલ છે.આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે.
આ પરીક્ષામાં ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને 20 ટકા પાસીંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. 20 ટકા પાસીંગ ધોરણનો લાભ મેળવી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર પરીક્ષાર્થીઓની 147 છે. જેમા વિદ્યાર્થીઓનું પ્રમાણ 25.09 ટકા વિદ્યાર્થીનીઓનુ પ્રમાણ 28.88 ટકા છે.
સંસ્કૃત પ્રથમમાં કુલ 37 ઉમેદવારો નોંધાયા હતા. જે પૈકી 33 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 28 પાસ થયા છે. સ્ટાર્ન્ડડ ગણીત વિષયકમાં પૃથ્થક ઉમેદવાર તરીકે 4818 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 4538 ઉમેદવારો હાજર રહ્યા હતા. પરીણામ જાહેર થતાં પાસ થનાર વિદ્યાર્થીઓનાં આગળ અભ્યાસ કરી શકશે. પરીણામ આવ્યા બાદ એક અઠવાડીયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કુલમાંથી આપવામાં આવશે.
- Advertisement -
અહી એ ઉલ્લેખનીય છે કે, શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું પરીણામ 23.86 ટકા જાહેર કરાયું હતું. જે બાદ હવે ધો.10 ની પુરક પરીક્ષાનું પણ પરીણામ જાહેર કરી દેવાયુ છે.