જવાનો સિમાડા પર સેવા આપવા તત્પર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
- Advertisement -
તાજેતરમાં જમ્મુ કાશ્મીર નાં પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ કરેલ હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા બાદ ભારતીય સેનાએ ઉગ્રવાદીઓનો ખાતમો બોલાવવા વળતો જંગ શરૂ કર્યો છે જેમાં ભારતીય સેના સાથે સ્વૈચ્છાએ ફરી જોડાવવાની ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠને તત્પરતા બતાવતા માજી સૈનિકોમાં રહેલ દેશ પ્રેમ પ્રજવલિત થયો છે.
ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનની અગત્યની બેઠક પ્રમુખ અશોકભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રામશીભાઈ પરમાર, મહામંત્રી મેહુલભાઈ ભરગા એ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા, વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા વિગેરે તાલુકામાં વસવાટ કરતા માજી સૈનિકો વતી આપેલ અખબારી યાદીમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર કરેલ હુમલાની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા માજી સૈનિકો 15 થી 30 વર્ષ સુધી દેશના સિમાડા નું રખોપું કરવા ભારતીય સેનામાં ફરજ બજાવી ચુક્યા છે.
ભારતીય સેના દ્વારા શહિદ થયેલ મૃતકોનો બદલો લેવા આતંકવાદીઓ ઉપર એર સ્ટ્રાઈક શરૂ કરી છે.આ સમયે ભારતીય સેના ને અનુભવી સૈનિકોની જરૂર પડે અને અનુભવી સૈનિકોને બોલાવશે તો ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા 256 માજી સૈનિકો હોંશે હોંશે ભારતીય આર્મી સાથે ફરી જોડાઈ રાષ્ટ્ર માટે સેવા આપવા તત્પરતા વ્યક્ત કરી હતી.ગીર સોમનાથ જિલ્લા માજી સૈનિક સંગઠનની દેશ પ્રેમની સર્વત્ર સરાહનાથઈરહીછે.