‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના’ યોજના હેઠળ 2500થી વધુ ગામને મળશે લાભ: પશુપાલન મંત્રી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગ સહિતના અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન ક્ષેત્રને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદા-સમૃદ્ધિને આરોગ્ય રક્ષા કવચ પુરૂૂં પાડી ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પશુ કલ્યાણકારી પ્રયાસો હાથ ધર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂૂ કરેલી પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના ‘10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના‘ અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે ઊખછઈં-ૠઇંજ મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂૂ કરવામાં આવશે. મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, આ નેમને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ 2023-24માં જ નવા 250 ફરતા પશુ દવાખાના શરૂૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા પશુ હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂૂ કરવામાં આવશે. જેના માટે કુલ રૂૂ. 17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.