સ્ક્રેપ પોલિસી વધુ અસરકારક બનાવવા 21 રાજયોએ ખાસ ટેક્સ રાહત આપવા તૈયારી દર્શાવી: અમલની તૈયારી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશમાં પર્યાવરણની દ્રષ્ટિએ જૂના વાહનો ખાસ કરીને ડિઝલથી ચાલતી કારથી લઈને વ્યાપારી વાહનો સૌથી વધુ કાર્બન છોડે છે અને તે હવાના પ્રદુષણથી યાત્રા વધારી રહ્યા છે તેથી સરકારે હવે અમલી બનાવેલી સ્ક્રેપ-પોલીસીમાં ગુજરાત સહિત દેશના 21 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોને સ્ક્રેપમાં અપાતા વાહન સામે નવા વાહનની ખરીદીમાં રાજયો જે વ્હીકલ ટેકસ સહિતના વેરા ઉઘરાવે છે તેમાં રાહત આપવાની સંમતિ આપી છે.
જેમાં વ્યક્તિગત વપરાશના મોટર વાહનો જે આ સ્ક્રેપ પોલીસીની અંતર્ગત આવતા હોય અને જો તેને સ્ક્રેપમાં મોકલાય તો તેની સામે નવા વાહનની ખરીદીમાં રોડ ટેક્સ વિ.માં 25%નું ડિસ્કાઉન્ટ આપવા તૈયારી દર્શાવી છે. જો કે હજુ આ સ્ક્રેપ પોલીસી દેશમાં પ્રારંભીક રીતે ખાનગી વાહનોમાં ભાગ્યે જ અમલી બનાવી દીધી છે. દેશમાં દિલ્હી એકમાત્ર એવું રાજય છે જયાં 10 વર્ષ કે તેથી વધુ જૂના ડિઝલ અને 15 વર્ષ કે તેથી વધુ જૂના પેટ્રોલ વાહનો આ સમય મર્યાદા બાદ આપોઆપ ડી-રજીસ્ટર થાય છે એટલે કે તેનું રજીસ્ટ્રેશન રદ થાય છે અને તે પછી માર્ગો પર દોડાવી શકાતા નથી.
અત્યાર સુધીમાં 70000 વાહનો સ્ક્રેપ પોલીસી હેઠળ નોંધાય છે તેમાં મોટાભાગના સરકારી વાહનો છે. જે 21 રાજયોમાં સંમતી આપી છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે જયારે અન્ય રાજયોમાં મહારાષ્ટ્ર, બિહાર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને કેરળનો પણ સમાવેશ થાય છે.
- Advertisement -
ખાનગી વાહનોમાં 12 રાજયોમાં સેટટોપમાં રાહત આપવા તૈયારી દર્શાવી છે.
હરિયાણાની પોલીસી વધુ બિન્દાસ છે જે 10% રીબેટ અથવા વાહનની સ્ક્રેપ વેલ્યુના 50% જે ઓછું હોય તે કરે છે ઉતરાખંડ 25% અથવા રૂા.50000 જે વધુ હોય તે કરે છે. કર્ણાટક રોડ ટેક્સ પર ચોકકસ રકમનો રીબેટ આપે છે.
દેશમાં હાલ 37 સ્ક્રેપ સેન્ટર કાર્યરત છે અને વધુ બાવન નિર્માણાધીન છે અને બાવન ઓટોમેટીક ટેસ્ટીંગ સેન્ટર પણ જે વાહનોના ફીટનેસ ટેસ્ટ કરે છે તે 11 રાજયોમાં કાર્યરત છે.