ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેશોદમાં ચાર ચોક પાસે અજાબ રોડ પર નવા બનતા રેલ્વે અંડર બ્રીજ પાસે રજનીકાંત ઉર્ફે રાજુ નાનાલાલ દેવાણી દુકાન ભાડે રાખી હાજર વરલીનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા આઇજી નિલેશ જાજડીયાની કચેરીની ક્રાઈમ ટેબલ-01ની ટીમના પીએસઆઇ જી. કે. ઠાકરે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.
રેઇડમાં જુગાર ધામ સંચાલક રજનીકાંત ઉર્ફે રાજુ તેમજ જેસીંગ ભાણા બાબરીયા, સંજયપરી ઉર્ફે જાડાબાપુ મનસુખપરી ગોસ્વામી, જીલુ ઉર્ફે જયેશ બચુ ગોહેલ, રમેશગીરી ળહ રમકા જયરાજગીરી મેધનાથી, ચેતન ઉર્ફે મુન્નો જેન્તી પનેશા, નિરંજન ઉર્ફે લાલો રસિક ભટ્ટ જેઠા ઉર્ફે ભીખુ હીરા વાઘેલા, મસરી સોમા વાઘેલા, ધીરુ ચના પરમાર, કમલેશ ઉર્ફે કમો કરશન વિઠ્ઠલાણી, જેન્તી ઠાકરશી કીંદરખેડીયા, ચના જશુ પરમાર, નરેન્દ્ર ઉર્ફે કરણ ઉનીયા ઉથકે મરાઠા, ધરમશી ઉર્ફે ધરમ જંગલભાઈ ગેડમ, દેવેન્દ્ર વતનભાઈ પનાકે, જગદીશ મોહન મકવાણા, કિશોર ચોથાભાઈ પરમાર, ભીમા ગાંગા રાઠોડ, વિપુલ કિરીટ ડાભી, ભગવાનજી ઉર્ફે ભગો બાબુ કુકડીયા, દિપક ચોથા પરમાર. દિપક જશુ પરમાર, હનીફ સીદીક સોઢા તથા દિનેશ પરબત બુમતારીયા સહિત 25 શખ્સોને હાજર વરલીનો જુગાર ખેલતા ઝડપી લીધા હતા. ખેલીઓ જુગારીઓ પાસેથી રોકડ રકમ, 13 મોબાઈલ ફોન, કાર સહિત કુલ રૂપિયા 3,96,530નો મુદ્દામાલ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.