જૂનાગઢ SOG, મરિન પોલીસનું દરિયા કિનારે મેગા સર્ચ ઓપરેશન
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ દરિયા કિનારેથી શંકાસ્પદ 8 પેકેટ મળી આવ્યાં હતાં. જેમાંથી બે પેકેટ સળગેલી હાલતમાં મળ્યાં હતાં. આ ઘટના બાદ જૂનાગઢ એસઓજી અને મરીન પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને દરિયા કિનારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતી. સર્ચ ઓપરેશન દરમિયાન વધુ પેકેટ મળી આવ્યાં હતાં. આ પેકેટ ચરસનાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસનાં હાથે કુલ 25 પેકેટ ચરસનાં લાગ્યા છે. પોલીસને હાલ તપાસ તજે કરી છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લામાં ડ્રગ્સ પકડવાની ઘટના બની છે. તેમજ જૂનાગઢ જિલ્લાનો દરિયા કિનારો સંવેદશીલ છે, જેને લઇ હંમેશા પોલીસ અને મરીન પોલીસ સતર્ક રહે છે.ત્યારે માંગરોળનાં દરિયા કિનારેથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યાં હતાં. પ્રથમ 8 પેકેટ મળ્યાં હતાં. જેમાંથી બે પેકેટ સળગાવેલી હાલતમાં મળ્યાં હતાં. શંકાસ્પદ પેકેટ મળતા પોલીસને તપાસની ગતી તેજ કરી હતી. ઘટનાની ભંગીરતાને ધ્યાને રાખી પોલીસ પહોંચી ગઇ હતી. એસપી રવિ તેજા વાસમસેટ્ટીની સુચનાથી માંગરોળ દરિયા કિનાર વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જૂનાગઢ એસઓજી, માંગરોળ પોલીસ, મરીન પોલીસ જોડાઇ હતી. પોલીસનાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ કેટલાક પેકેટ મળી આવ્યાં હતાં. અહીંથી 25 જેટલા પેકેટ મળી આવ્યાં હતાં. તપાસ દરમિયાન ચરસનાં પેકેટ હોવાનું સામે આવ્યું હતું. આ જથ્થો 6 કિલોની આસપાસ થાય છે. લાખો રૂપિયા કિંમત હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. હજુ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ એસઓજી, મરીન પોલીસની જુદીજુદી ટીમ બનાવી સર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમજ એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.
દરિયાઇ સુરક્ષા એજન્સીની જાણ કરાઇ
માંગરોળ અને શીલનાં દરિયા કિનારેથી ચરસનાં પેકેટ મળી આવ્યાં હતાં. બાદ દરિયાઇ સુરક્ષા એજન્સીને પણ જાણ કરવામાં આવી હતી.તેમજ દરિયાઇ સુરક્ષાને લઇ સતર્ક બની છે.