ધોરાજીના પ્રાંત ઓફીસર જયસુખ લીખીયા મહેસાણા અને બોટાદના ચરણસિંહ ગોહીલને જૂનાગઢ મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા અધિકારીઓની બદલીનો સીલસીલો શરૂ રાખવામાં આવેલ છે. જેમાં વધુ રપ ડે.કલેકટરોની બદલીના ઓર્ડરો મહેસુલ વિભાગના અન્ડર સેક્રેટરી પૂજા ઉપાધ્યાય દ્વારા ઈશ્યુ કરવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા જયસુખ લીખીયાની બદલી કરી તેઓને મહેસાણા જિલ્લા પંચાયતમાં ડે.ડીડીઓ તરીકે મુકવામાં આવેલ છે.
જયારે બોટાદના પ્રાંત ઓફીસર ચરણસિંહ ગોહિલને જુનાગઢ પ્રાંત ઓફિસર તરીકે અને જુનાગઢના પ્રાંત ઓફીસર કુ. ભૂમિ કેશવાલાની બદલી કરી તેઓને સાબરકાંઠાના ડે.ડીડીઓ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
તેમજ સાણંદના પ્રાંત ઓફિસર જયકુમાર બારોટને પાટણ પ્રાંત ઓફીસર તરીકે બનાસકાંઠાના પાલનપુરના ડીસ્ટ્રીકટ સપ્લાય ઓફિસર કિરીટભાઇ ચૌધરીની સાબરકાંઠા ડિસ્ટ્રીકટ સપ્લાય ઓફીસર તરીકે બદલી કરવામાં આવી છે.
જયારે સાબરકાંઠાના ડિસ્ટ્રીકટ સપ્લાય ઓફીસર બળવંતસિંહ રાજપુતની બદલી કરી તેઓને હિંમતનગરમાં સ્ટેમ્પ ડયુટીના ડે.કલેકટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત હિંમતનગરના સ્ટેમ્પ ડયુટીના ડે.કલેકટર એન.ડી.પટેલને ખેડબ્રહ્માના પ્રાંત ઓફીસર તરીકે જયારે આહવા ડાંગના પ્રાંત ઓફીસર પ્રિતેશ પટેલની વ્યારાના પ્રાંત ઓફીસર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આમ કુલ રાજયના રપ ડે.કલેકટરોની બદલી કરવામાં આવી છે.