કર્ણાટક જીતથી ઉત્સાહિત કોંગ્રેસે 2024ની લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે એક માસ્ટ્રર સ્ટ્રોક ફટકાર્યો છે. કર્ણાટક કેબિનેટના વિસ્તરણમાં કોંગ્રેસના આ પ્લાનની ઝલક દેખાઈ હતી. હકીકતમાં સિદ્ધારમૈયા કેબિનેટના વિસ્તરણમાં કોંગ્રેસે જાતિગત ફેક્ટરને ધ્યાનમાં રાખીને વધુ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન આપ્યું છે.
24 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા
- Advertisement -
કર્ણાટકમાં 20 મેના રોજ કોંગ્રેસે સરકાર બનાવી હતી. સિદ્ધારમૈયાએ સીએમ અને ડીકે શિવકુમારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. હવે એક અઠવાડિયા બાદ શનિવારે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં 24 ધારાસભ્યોએ મંત્રી પદે શપથ લીધા હતા.
Karnataka Cabinet expansion | Bengaluru: Congress leader HK Patil, Krishna Byregowda take oath as Karnataka Minister pic.twitter.com/VM6d9OLRT8
— ANI (@ANI) May 27, 2023
- Advertisement -
શુક્રવારે સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી ડીકે શિવકુમારે નવી દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી અને મંત્રીઓના વિભાગો પર ચર્ચા કરી હતી. હાઈ કમાન્ડની લીલીઝંડી મળ્યાં બાદ કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ થયું હતું.
કર્ણાટક સરકારમાં ટોટલ 34 મંત્રીઓ
બેંગલુરુમાં રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે 24 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જેમાં 34 લોકો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, જ્યારે એક મહિલા ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે. કર્ણાટક કેબિનેટમાં હવે 34 પ્રધાનો છે. જેમાંથી 10 લોકોએ 20 મેના રોજ શપથ લીધા હતા, જેમાં જી.પરમેશ્વર, કે.એચ. મુનિઅપ્પા, કે.જે. જ્યોર્જ, એમ.બી. પાટીલ, સતીશ જરકીહોલી, પ્રિયંકા ખડગે, રામલીમાગા રેડ્ડી અને બી.ઝેડ. ઝમીર અહમદ ખાનનો સમાવેશ થાય છે.
VIDEO | 24 legislators being sworn in as ministers in the first expansion of Karnataka Cabinet in Bengaluru. pic.twitter.com/dLchY2MouO
— Press Trust of India (@PTI_News) May 27, 2023
કયા સમુદાયના કેટલા નેતા
કેબિનેટમાં છ વોક્કાલિગા અને 8 લિંગાયત નેતાઓને જગ્યા આપવામાં આવી છે. ત્રણ પ્રધાનો અનુસૂચિત જાતિના, બે અનુસૂચિત જનજાતિના અને પાંચ અન્ય કુરુબા, રાજુ, મરાઠા, અડીગા અને મોગાવિરા પછાત સમુદાયના છે. આ ઉપરાંત બ્રાહ્મણ નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.