ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી ટીમ દ્વારા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ જેમાં ઈન્દિરાનગર વિસ્તારની વિપુલનગર સોસાયટીઓની મુલાકાત લીધી હતી જેમાં પીવાના પાણી, રોડ રસ્તા અને ગટર ના પ્રશ્નો ધણાં સમય થી હતા અત્યાર ની પરીસ્થિતિ જોવા જઈએ તો ત્યાં હાલ ગટર ની સુવિધા નથી અને જાજા સમયથી વરસાદી પાણી ભરાઇ ગયા છે. તેમજ સેવાળ, તથા મચ્છર,માખી અને જીણી જીણી જીવાતો પણ છે. આ સોસાયટીમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી. આ સોસાયટીના રહીશો દ્વારા તંત્ર અનેક વખત રજૂઆતો કરવા છતાં નજરઅંદાજ કરતા હતા પણ આજે આમ આદમી પાર્ટીના જીલ્લા ટીમ દ્વારા સોસાયટીના રહીશોને સાથે રાખી મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર ઓફિસ મહેન્દ્રનગર ખાતે લેખીત રજુઆત અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અને સાથે સાથે 24 કલાકમાં જો આ માંગ સ્વીકાર નહીં કરે તો રસ્તા રોકો આંદોલન કરશે એવું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને તેમની તમામ જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી.