‘ભારત કો જાનો પ્રશ્ર્ન મંચ’ નામની શાળાકીય પરીક્ષામાં મોરબી જિલ્લાની વિવિધ 19 જેટલી શાળાએ ભાગ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ભારત કો જાનો પ્રશ્ન મંચ’ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની વિવિધ 19 જેટલી શાળાના ધોરણ 6 થી 8 ના 1565 વિદ્યાર્થીઓ તથા ધોરણ 9 થી 12 ના 791 વિદ્યાર્થીઓ મળી કુલ 2356 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષાર્થીઓને ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ પરીક્ષા આપેલ બાળકોમાંથી ધોરણ 6 થી 8 માં કિશોર વિભાગ અને કક્ષા 9 થી 12 માં તરુણ વિભાગ આ બંને વિભાગમાં દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવશે તેમનો આંતરીક પ્રશ્નમંચ (મૌખિક સ્પર્ધા) આગામી સમયમાં લેવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મારવાણિયા સહિતના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.