દર મહિને વિધવા બહેનોને 1250ની સહાય પોસ્ટ ઓફિસમાં જમા કરાવાય છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાની 25535 ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. જેમાં જિલ્લા મહિલા અને બાળ વિભાગ દ્વારા એક વર્ષમાં ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં 23.52 કરોડની રકમ જમા કરાવવામાં આવી છે. નિરાધાર વિધવા બહેનો આપણા સમાજમાં સન્માનપૂર્વક જીવન પસાર કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) શરૂ કરવામાં આવી છે. લાભાર્થી મહિલાને દર મહિને રૂા.1250ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં આવી 25535 ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને 1250ની સહાય ચૂકવાય છે. જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જીગર જસાણીના જણાવ્યું હતું કે,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓને મામલતદાર કચેરી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મંજુર કરવામાં આવે છે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અતર્ગત મંજુર થયેલ લાભાર્થીને દર મહિને પોસ્ટ ઓફિસના ખાતા દ્વારા માસિક રૂા.1250ની સહાય ચુકવવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને સમયસર ચુકવણી થાય તે માટે પોસ્ટ ઓફિસ તથા જિલ્લાના તમામ મામલતદારશ્રી સાથે માસિક મીટીંગ અને સંકલન કરવામાં આવે છે. વર્ષ એપ્રિલ-2021 થી માર્ચ-2022 સુધીમાં 25535 વિધવા લાભાર્થી બહેનોને રૂપિયા 23,52, 62,500ની સહાય ચુકવવામાં આવી છે.
જિલ્લામાં 25535 ગંગા સ્વરૂપા બહેનોને 1 વર્ષમાં 23.52 કરોડની સહાય
