છેલ્લાં કેટલાક દિવસથી રાજયમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત જન્માષ્ટમીના દિવસે વરસાદ વચ્ચે રાજ્યમાં 2,204 બાળકોનો જન્મ થયો છે. જેમાંથી 588 સિઝેરિયનના કેસ હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યું છે. મહત્ત્વનું છે કે, ભારે વરસાદ વચ્ચે સૌથી વધુ બનાસકાંઠા અને આણંદમાં બાળકોનો જન્મ થયો છે.
જન્માષ્ટમીના દિવસે રાજયભરમાં સાર્વત્રિક ભારે વરસાદ હતો. જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદથી સર્જાયેલી ભયાવહ પરિસ્થિતિ વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ બાળકોના જન્મ થયો છે. જેમાં બનાસકાંઠામાં 187 અને આણંદમાં 186 બાળકોનો સમાવેશ થાય છે. તો વીજળીના કડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે વડોદરામાં 137 બાળકોના જન્મ થયા છે.
- Advertisement -
આ જિલ્લામાં જન્માષ્ટમીએ બાળકો જન્મ્યા
જિલ્લો | બાળકોનો જન્મ |
બનાસકાંઠા | 187 |
આણંદ | 186 |
રાજકોટ | 166 |
સુરત | 157 |
દાહોદ | 149 |
વડોદરા | 137 |
સુરેન્દ્રનગર | 126 |
અમદાવાદ | 109 |
વલસાડ | 107 |
સાબરકાંઠા | 83 |