ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં રખાડા ભટકતા પશુઓને પકડી પાડવા કમિશન ડો.ઓમ પ્રકાશે સુચનાઆપી હતી. જેને પગલે ડીએમસી એ.એસ.ઝાંપડા અને આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાના માર્ગદર્શન હેઠળ કેટલ પાઉન્ડ શાખાએ કામગીરી હાથ ધરી હતી. મહાપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતા અને જાહેર માર્ગો પર અડચરણરૂપ થતા રર ગૌવંશને પકડી પાડવામાં આવ્યા છે.
બાદમાં પ્રોજેકટ ઓફિસર એચ.કે.ચુડાસમા અને કેટલ પાઉન્ડ સુરપવાઇઝર રાજેશ પરમારના સુપરવિઝન હેઠળ પકડાયેલા રર ગૌવંશમા:થી 10 ગૌશાળામાં મોકલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ મનપા દ્વારા શહેરમાં ગૌવંશ પકડવાની તથા અનધિકૃત રીતે શહેરમાં ઘાસચારાનું વેચાણ કર્તા સામે કાર્યવાહી કરવાની કામગીરી જારી રહેશે.