દેશમાં 2006માં 24.78 કરોડ લોકો કૂપોષણથી પીડાતા હતા
15 વર્ષમાં કૂપોષણનું પ્રમાણ ઘટયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રસંઘનો ફૂડ સિક્યુરિટી અહેવાલ રજૂ થયો હતો. એમાં ભારતની સ્થિતિનો ચિતાર પણ આપવામાં આવ્યો હતો. એ પ્રમાણે દેશમાં હજુ ય 22.43 કરોડ લોકો કૂપોષણથી પીડાઈ રહ્યા છે. જોકે, 15 વર્ષમાં સ્થિતિ સુધરી છે. 2006માં દેશમાં 24.78 કરોડ લોકો કૂપોષણથી પીડિતા હતા. બીજી તરફ ભારતમાં મેદસ્વીતા વધી છે. ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર બન્યા છે.
યુએનનો ફૂડ સિક્યુરિટીનો અહેવાલ રજૂ થયો હતો. એ પ્રમાણે વિશ્વમાં 2020માં કોરોનાના કારણે 4.6 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયા હતા. કોરોનાકાળથી અત્યાર સુધીમાં 15 કરોડ લોકો ભૂખમરામાં ધકેલાયા છે. એ સાથે જ ભૂખમરાનો શિકાર બનેલા લોકોની સંખ્યા વિશ્વમાં 82.8 કરોડે પહોંચી ગઈ છે.અહેવાલમાં ભારતની સ્થિતિ અંગે કહેવાયું હતું એ પ્રમાણે 15 વર્ષમાં ભારતમાં કૂપોષણનું પ્રમાણ ઘટયું છે, છતાં આજેય 22.43 કરોડ લોકો દેશમાં કૂપોષણથી પીડિત છે.
એમાં ત્રણ કરોડ કરતાં વધુ બાળકોની વય પાંચ વર્ષથી નીચેની છે. જોકે, સ્થિતિ 2006ની સરખામણીએ સુધરી છે. 15 વર્ષ પહેલાં ભારતના પાંચ વર્ષથી નીચેની વયના 5.23 કરોડ બાળકો કૂપોષણથી પીડિત હતા.ભારતમાં કૂપોષણની સમસ્યામાં થોડોક સુધારો થયો છે, પરંતુ સામે ઓબેસિટી વધી છે.
- Advertisement -
વયસ્કોમાં મેદસ્વીતાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દેશમાં ત્રણ કરોડ કરતાં વધુ લોકો ઓબેસિટીનો શિકાર બન્યા છે. 138 કરોડની વસતિ ધરાવતા દેશમાં 3.43 કરોડ લોકો મેદસ્વી છે. 2012માં દેશમાં 2.52 કરોડ લોકો મેદસ્વી હતા.
સ્ત્રીઓમાં લોહીની કમી જોવા મળતી હતી. 2012માં 17.1 કરોડ મહિલાઓના શરીરમાં લોહી ઓછું હતું. એ આંકડો હવે વધીને 18.73 કરોડ થઈ ગયો છે.