સંસ્કૃત ગૌરવ યાત્રા અંતર્ગત વિવિધ સ્પર્ધા યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા 6 ઓગસ્ટના રોજ “સંસ્કૃત ગૌરવ યાત્રા” યોજાઇ. જે નિમિત્તે રાજકોટ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જી. કે. ધોળકીયા શાળા ખાતે સંસ્કૃત વિષયક વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ – ધો. 06થી ધો. 08 અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ – ધો. 09થી ધો. 12 એમ બે વિભાગમાં સંસ્કૃત સુભાષિતો, સંસ્કૃત સ્તોત્ર ગાન અને સંસ્કૃતમાં વકતૃત્વની સ્પર્ધાઓ યોજાઇ હતી. શાળા કક્ષા અને સી.આર.સી. કક્ષાએ આયોજિત સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે વિજેતા થયેલા સ્પર્ધકો વચ્ચે યુ.આર.સી. કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પૂર્વ ઝોન, સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન મળીને કુલ 13 શાળાના 21 વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સંસ્કૃત સ્તોત્ર ગાન સ્પર્ધામાં કૃષ્ણાષ્ટકમ સ્તોત્ર, મધુરાષ્ટક સ્તોત્ર, ભવાની અષ્ટક સ્ત્રોત, શિવ તાંડવ સ્ત્રોત, હરિ સ્ત્રોત્ર, મહીસાસુરમર્દની સ્ત્રોત જેવા સ્તોત્રનું ગાન કરાયું હતું.
સ્પર્ધાના વિજેતા
સંસ્કૃત સુભાષિતો સ્પર્ધામાં શાળા નં. 58ની વિદ્યાર્થીની અક્ષા યાસીનભાઈ નરવાવે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત સ્તોત્ર ગાન સ્પર્ધામાં શક્તિ ગુરુકુળ – મેટોડાના વિદ્યાર્થી પ્રતીક સુરેશભાઈ મહેતાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો. વકતૃત્વ સ્પર્ધામાં શાળા નં.13ની વિદ્યાર્થીની ફોરમ પરેશભાઈ સોરઠિયાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું. સંસ્કૃત સુભાષિતો સ્પર્ધામાં વી. જે. મોદી શાળાની વિદ્યાર્થીની અદ્વેતા ગૌરાંગભાઈ પંડ્યાએ પ્રથમ ક્રમ મેળવ્યો.સંસ્કૃત સ્તોત્ર ગાન સ્પર્ધામાં જી. ટી. શેઠ શાળાના વિદ્યાર્થી પંડ્યા માનીત પ્રથમ ક્રમના વિજેતા બન્યા.વકતૃત્વ સ્પર્ધામાં પી.વી.મોદી સ્કૂલના વિદ્યાર્થી ભવ્યરાજ જયદીપસિંહ ઝાલાએ પ્રથમ સ્થાન
પ્રાપ્ત કર્યું.