– નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહનાં 21 સૌથી મોટા અનામી દ્વીપોનું નામકરણ 21 પરમવીરચક્ર વિજેતાઓનાં નામ પર કરવાનાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર તેમની શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતાજી સુભાષ બોઝ દ્વીપ પર બનનાર નેતાજીને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકનાં મૉડલનું અનાવરણ કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફેરેન્સ થકી અંદમાન અને નિકોબારમાં 21 દ્વીપોનું નામકરણ કર્યું.
जिन 21 परमवीर चक्र विजेताओं के नाम पर अंडमान-निकोबार के इन द्वीपों को अब जाना जाएगा, उन्होंने मातृभूमि के कण-कण को अपना सब-कुछ माना था। pic.twitter.com/lrCK2C69qc
— PMO India (@PMOIndia) January 23, 2023
- Advertisement -
21 મોટા દ્વીપોનું નામકરણ
આ દ્વીપોનાં નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્યું હતું. આ વીરોમાં વિક્રમ બ્રત્રા, અબ્દુલ હમીદ જેવા નામો શામેલ છે.PM એ પરાક્રમ દિવસનાં અવસર પર અંદમાન-નિકોબારનાં 21 મોટા દ્વીપોનું નામકરણ કર્યું.
તો નેતાજીનાં 126મી જ્યંતિનાં સમારોહમાં શામેલ થવા માટે ગૃહમંત્રી અમિત શાહ પોર્ટ બલ્યેર પહોંચ્યાં હતાં.
This land of Andaman is the land where the tricolour was hoisted for the first time. Where the government of independent India was formed for the first time. Today is the birth anniversary of Netaji Subhash Bose. The country celebrates this day as Parakram Diwas: PM Narendra Modi pic.twitter.com/Tdwg4muWT5
— ANI (@ANI) January 23, 2023
આ વીરોનાં નામ પર રખાયા દ્વીપોનાં નામ
કંપની હવલદાર મેજર પીરૂ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટિનેંટ કર્નલ ધાનસિંહ થાપા, સુબેદાર જોગિંદર સિંહ, મેજર શૈતાનસિંહ, કંપની ક્વાર્ટર માસ્ટર હવલદાર અબ્દૂલ હમીદ, લેફ્ટિનેન્ટ કર્નલ અર્દેશિર બુર્જોરજી તારાપોર, લાંસ નાયક અલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંહ, સેકંડ લેફ્ટિનેન્ટ અરૂણ ક્ષેત્રપાળ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલ સિંહ શેખો, મેજર પરમેશ્વરમ, નાયબ સુબેદાર બના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટેનેન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર, સુબેદાર મેજર યોગેન્દ્ર સિંહ યાદવનાં નામ શામેલ છે.
बीते 8-9 वर्षों में नेताजी सुभाष चंद्र बोस से जुड़े ऐसे कितने ही काम देश में हुये हैं, जिन्हें आज़ादी के तुरंत बाद से होना चाहिए था। pic.twitter.com/NnzkmIlpbb
— PMO India (@PMOIndia) January 23, 2023
સુભાષચંદ્ર બોઝનાં ચિત્ર પર પુષ્પાંજલિ અર્પિત
પીએમ મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જ્યંતિ પર સંસદ ભવનનાં સેન્ટ્રલ હૉલમાં તેમના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પિત કરી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, લોકસભા અને રાજ્યસભાનાં દળોનાં નેતા અને સાંસદોએ પણ નેતાજીને શ્રદ્ધાંજલિ આપી. સંસદનાં સેન્ટ્રલ હોલમાં 23 જાન્યુઆરી, 1978નાં ભારતનાં તાત્કાલિન રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝનાં ચિત્રનું પણ અનાવરણ કર્યું.