ભગવાન રામના આરાધ્ય શિવની નગરી કાશીથી અયોધ્યાનો સંબંધ ઘણો જ ગાઢ છે. 22 જાન્યુઆરીના રોજ નવીન, ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની જવાબદારી કાશીના સમગ્ર 21 વૈદિક બ્રાહ્મણોના હાથમાં રહેશે. કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના સભ્ય પૂ. દીપક માલવીયેના જણાવ્યા અનુસાર, કાશીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૃગશિરા નક્ષત્રમાં મૂર્તિની સ્થાપના કરશે.
ના ભૂતો ના ભવિષ્યતિની ઉક્તિને સાર્થક કરતા રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવવામાં આવશે. 18 જાન્યુઆરીથી પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનની શરૂઆત થઇ જશે. વિધિવત પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કાશી આરંભ ગણેશ, માં અંબા પૂજા, વરૂણ પૂજા, માતૃકા પૂજા, બ્રાહ્મણ વરણ, વાસ્તૂ પૂજનથી થશે. કાશીના વૈદિક પં. લક્ષ્મીકાંત દીક્ષિત હશે અને તેમના પુત્ર જયકૃષ્ણ દીક્ષીતિ અને સુનિલ દીક્ષિત પૂજા કરાવશે. 17 જાન્યુઆરીના રમલ્લાની મૂર્તિ અયોધ્યામાં નગરચર્યા પર નિકળશે.
- Advertisement -
81 કળશોમાં સરયૂનું પાણી, ગર્ભગૃહની સફાઇ પછી વાસ્તુ શાંતિ અને અન્નાધિવાસની પૂજા
કાશી વિશ્વનાથ મંદિર ન્યાસના સભ્ય પં. દીપક માલવીયાએ જણાવ્યું કે, રામ મંદિરના ગર્ભગૃહને સરયૂથી લાવવામાં આવેલા 81 કળશોના જળથી ધોયા પછી વાસ્તુ શાંતિ અને અન્નાધિવાસ કર્મકાંડ કરશે. રામલ્લાના અન્નાધિવાસ, જલાધિવાસ, અને ધૃતાધિવાસ થશે. 21 જાન્યુઆરીના 125 કળશોથી મૂર્તિને દિવ્ય સ્નાન કર્યા પછી શય્યાધિવાસ કરવામાં આવશે. 22 જાન્યુઆરીના સવારે નિત્ય પૂજા પછી મધ્યાહન કાળમાં પ્રાણ પ્રતિષ્ઠાની મહાપૂજા કરવામાં આવશે. ષોડશોપચાર પૂજા પછી મૂર્તિઓ પર ચોખાથી વધાવશે અને પહેલી મહાઆરતી પછી રામલ્લા સામાન્ય ભક્તોને દર્શન આપશે.
કાશી વિશ્વનાથ મંદિર ન્યાસ, વિદ્વત પરિષદ સહિત કાશીના સંતોને આમંત્રણ
રામ મંદિર ટ્રસ્ટની તરફથી સમારોહમાં આવવા માટે આમંત્રણ આપવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. કાશી વિશ્વનાથ મંદિર ન્યા, કાશી વિદ્વત પરિષદ સહિત કાશીના સંતોને આમંત્રણ મોકલવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે 15 જાન્યુઆરીથી કાશીથી રવાના થશે.
અનુષ્ઠાનમાં 4 વેદના વિદ્ધાનો હાજર રહેશે
રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવા માટે કાશીના વૈદિક વિદ્ધાનમાં 4 વેદનો જાણકાર રહેશે. મુખ્ય અનુષ્ઠાનના સંપૂર્ણ કર્મકાંડ કાશીના 21 વૈદિક બ્રાહ્મણ પં. લક્ષ્મીકાંત દીક્ષીતના આચાર્યત્વમાં જ પૂર્ણ કરવામાં આવશે.