-જો કે મોદી પત્રકાર પરિષદ સંબોધી નહી: વિદેશી રાષ્ટ્રવડાઓની પ્રેસ-મીટમાં તેમના જ દેશોના પત્રકારોને હાજરીની છુટ
દિલ્હી જી-20 સંમેલન પર વિશ્ર્વભરની નજર હતી. ખાસ કરીને તેઓ રશિયા-ચીનના રાષ્ટ્રવડાઓની ગેરહાજરી વચ્ચે શું તે એક તરફી મંચ બની જશે તેના પર સૌનુ ધ્યાન હતુ અને વિશ્ર્વભરના 2000થી વધુ પત્રકારો સતત અહી ખાસ ઉભા કરાયેલા ઈન્ટરનેશનલ મીડીયા સેન્ટરમાંથી દુનિયામાં ખબર પહોંચાડીને વિશ્લેષણ આપી રહ્યા હતા.
- Advertisement -
જો કે અનેક વખત જે તે રાષ્ટ્રવડાઓ પત્રકાર પરિષદ સંબોધે તો તેના દેશના પત્રકારોને અગ્રતા આપતા હતા. જર્મનીના રાષ્ટ્રવડાની પત્રકાર પરિષદમાં અન્ય દેશોના પત્રકારોને બહાર જવા ફરજ પાડવામાં આવી હતી પણ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેકોને પશ્ચીમી દેશોના પત્રકારોને સીમીત સંખ્યામાં હાજરી આપવા છૂટ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો કે કોઈ પત્રકાર પરિષદ સંબોધવાના ન હતા છતાં તેઓએ અહી પ્રેસ સેન્ટરની મુલાકાત લીધી હતી. મોદીના આગમન સાથે જ સૌ ઉભા થયા અને વડાપ્રધાને વિદેશી ભારતીય પત્રકારો સાથે હાથ મિલાવ્યા બાદમાં ફોટો પણ ખેચાવ્યો હતો.