ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
નવરાત્રી પર્વ ની ઉજવણી નિમિતે જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વવારા શહેરની પ્રાચીન ગરબી મંડળની ગોરણી પૂજન કરી મયારામ દાસજી આશ્રમ ખાતે પ્રસાદી રૂપે ભોજન કરાવા માં આવ્યું હતું એટલુંજ નહી વાલ્મિકી સમાજમાં યોજાતી પાંચ ગરબી મંડળની 600 બાળાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતી તેમજ શહેરના કિન્નર (બહુચર માતાજી ના આરાધક ) એવા નીલુ માસી, શારદા માસી, તેમજ કિન્નર સમાજ બહુચર માતાજીના છંદ સાથે સાથે અંધ દીકરી ઓ તેમજ માખીયાળા મુકામે સાંત્વન સંસ્થા દિવ્યાંગ દીકરીઓ સાથે રાસ ગરબાની રમઝટ બોલવામાં આવી હતી.
જૂનાગઢમાં જે બાળા ઓ માતાજીના પ્રાચીન રાસ ગરબા રમે છે તેવી 2000બાળા ઓને દાતા ઓના સહયોગથી કટલેરી કીટમાં 15જેવી ચીજ વસ્તુઓ તથા કિન્નર સમાજના દરેકને સાડી સાથે રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ હતા આ સેવાયજ્ઞમાં પ્રવીણાબેન ગીરીશભાઈ ચોક્સી, હરજીવન ભાઈ ગોપાણી, રાજેશભાઈ લાલચેતા અધ્યાશક્તિબેન મજમુદાર, મનીષભાઈ લોઢીયા, અભયભાઈ ચોક્સી, જેઠાભાઇ હેમનદાસ, પુષ્પાબેન પરમાર, દયાબેન માણેક, નાગભાઈ વાળા,યુગ દેવાણી,કનકભાઈ ગગલાણી, જયાબેન પરમાર, યશભાઈ સોલંકી, વિજયાબેન લોઢીયા, કાંતિભાઈ મહેતા, હસમુખભાઈ ત્રિવેદી, જગદીશભાઈ વસાવડા, વિગેરે ખાસ ઉપસ્થિત રહેલ અને બાળા ઓને પ્રોત્સાહિત કરેલ હતા.