બંદર વિસ્તારમાં 3500 થી વધુ લોકોને મળી રહી છે રોજગારી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ બંદર ઉપર 5000 જેટલી નાની મોટી બોટો છે અને માછીમારીના વ્યવસ્યા સાથે મોટાભાગના લોકો જોડાયેલ રહે છે.માછીમારી માટે મહત્ત્વનુ એટલે માછીમારી કરવા માટેની જાળ માનવવામા આવે છે.જાળમાં નેટમેકર પોતાના હાથની કળાથી વિવિધ પ્રકારની જાળ તૈયાર કરી દે છે. આ જાળનો ઉપયોગ માછીમારી માટે થાય છે. વેરાવળ બંદર પરથી જાળ તૈયાર કરવાથી 3500 જેટલા લોકોને રોજગારી મળી રહી છે. વેરાવળ બંદર પર વિવિધ પ્રકારની જાળનું નિર્માણ કરનાર નેટમેકર વિજયભાઇ આંજરીએ જણાવ્યું હતું કે,જ્યારે બોટમાંથી જાળનો ઓર્ડર મળે છે. દુકાનેથી મટરીયલ લઇ આવીએ છે. જેમ કાપડ કાપી કપડા તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે જાળનો માલ કાપી તેનું ફીટીંગ કરી સમગ્ર જાળ તૈયાર કરી છીએ. જુદાજુદા પ્રકારની ઉપરાંત અલગ અલગ સાઇઝની જાળના કાચા મટરીયલને ભેગું કરવામાં આવે છે. અને વધાનું કટીંગ કરી તેને ફરી જોડવાની હોય છે. એમ કરી એક આખી જાળ તૈયાર કરવામાં આવે છે.જાળમાં દોરી અને કોર્ડન્ટ પણ આવે છે. જાળમાં જુદા જુદા પ્રકારની હોય છે. જેમાં પૂછડું, મોઢું જેવા નામ આપવામાં આવે છે. જેને ભેગા કરી જાળ તૈયાર કરવામાં આવે છે. એક જાળ બનાવવા માટે 8 થી 9 કલાકનો સમય લાગે છે. તો જૂની ફાટેલી જાળને રીપેરીંગ કરાય છે. ભીડીયા વિસ્તારમાં 200 જેટલા નેટમેકર હશે. જ્યાં દરરોજના 5 થી 8 જેટલા લોકો કામ કરે છે. નેટમેકરના કારણે વેરાવળ બંદર પર 3500 જેટલા લોકોને રોજગારી મળી રહે છે.
- Advertisement -
જાળની સાઈઝની વાત કરવામાં આવે તો ડેન્યર 30 થી 3000, સફાયર 20 થી 8000, રનર ( પીળુ) 20 થી 80, બારબ્લુ 25 થી 100, નવબ્લુ 20 થી 80, એસટીઆર 20 થી 80, એસએનજી 500 થી 8000 અને બીટીઆર કાલા પથ્થર 30 થી 800 એમ.એમ આવે છે. 45 હજારનું એક જાળનું લોમટરીયલ થતું હોય છે.
જાળમાં વધારે પડતો એસડીપીનો ઉપયોગ થાય છે
ભીડીયામાં જાળનું મટીરીયલની દુકાન ધરાવતા રમેશભાઇ બારડે જણાવ્યું હતું કે, જાળમાં વધારે પડતું પ્લાસ્ટિક લાઈન એસ.ડી.પી અને પી.પી આવે છે. વધારે પડતો એસ.ડી.પી નો ઉપયોગ થાય છે. જાળમાં જુદા જુદા કોડ ઉપર આવે છે. ઉપરાંત જુદા જુદા સેન્ટીમીટરની જાળ આવે છે. નેટમેકર હોય છે,તેની પાસે જાળ તૈયાર કરવા માટે જુદા જુદા નકશા હોય છે. જેના આધારે જાળનું મટીરીયલ ખરીદી કરે છે અને તે જાતે હાથની કળાથી જુદા જુદા પ્રકારની જાળ તૈયાર કરે છે.